News of Monday, 20th April 2026
૨૫૦૦ કરોડથી વધુના સાયબર ફ્રોડ કૌભાંડમાં યશ બેંકના તત્કાલીન મેનેજર સહિત ૩ને રૂરલ પોલીસે ઝડપી લીધા

રાજકોટ, તા. ૨૦ : ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડના ૨૫૦૦ કરોડથી વધુની રકમના કૌભાંડનું રૂરલ પોલીસે પર્દાફાશ કરી પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી અગાઉ ૨૦થી વધુ આરોપીઓને ઝડપી લીધા બાદ આ સાયબર કૌભાંડમાં અન્ય આરોપીઓને મદદગારી કરનાર યશ બેંકના તત્કાલીન મેનેજર આરોપી કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા રહે. કાલાવડ શીતલા, યશ બેંકના તત્કાલીન કર્મચારી મૌલિક રામજીભાઈ કમાણી રહે. પાતા મેઘપર તાલુકો કાલાવડ, અનુરાગ ચંદુભાઈ બાલધા રહે. જામકંડોરણાને રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ સાયબર ક્રાઈમના પીઆઈ આરજે ગૌધમ તથા રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરાની ટીમે ઝડપી લીધા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ આ કૌભાંડમાં અગાઉ પકડાયેલ ત્રણેય આરોપીઓને બેંકમાં બોગસ પેટીના ખાતા ખોલાવવા રૂપિયાની લેવડ - દેવડ તથા અન્ય આરોપીઓ ખોટુ કરતા હોવા છતાં તેની જાણ હોવા છતા તેને મદદગારી કરતા હોવાની સંડોવણી ખુલતા ત્રણેયની ધરપકડ કરાઈ છે.
આરોપી કર્મચારી
અનુરાગ બાલધા
આરોપી કર્મચારી
મૌલિક કમાણી
આરોપી મેનેજર
કલ્પેશ ડાંગરીયા
(3:59 PM IST)










