News of Saturday, 28th November 2026
સંસદ-ધારાસભામાં મહિલાઓ માટે બેઠકો વધવાથી પ્રગતિ વધશેઃ કોંગ્રેસ વિરોધ નહિ અવરોધ પક્ષ
નારીશકિત વંદના બીલને આવકારતા ભાજપના પ્રવકતા ડો.અનિલ પટેલ

રાજકોટ, તા.૨૮: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળ NDA સરકાર દ્વારા નારીશક્તિ વંદના સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. આ વિષય પર ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે મીડિયાને જણાવેલ કે આ ઐતિહાસિક બિલના સંદર્ભમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું અને બિલને આવકારું છું. આ બિલના કારણે આવનારા સમયમાં ૩૩ ટકા પ્રતિનિધિત્વ મહિલાઓને મળવાનું છે અને તેમાં જરૂરી પરિવર્તન ૩૩ ટકા મહિલાઓમાં જે ભૂતકાળના બિલ પ્રમાણે ૧૮૦ સીટો મહિલાઓને મળવાની હતી તેના બદલે લગભગ ૨૮૩ સીટો એટલે કે ૧૦૦ વધુ મહિલાઓને દેશની લોકશાહી અને રાજનીતિમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. ડો.અનિલ પટેલ એ જણાવેલ કે આ બિલનું મહત્વનું પાસું એ છે કે એક તરફ સંઘીય માળખું, જેને ફેડરલ સ્ટ્રક્ચર કહેવાય તેનું પણ સન્માન થશે. સાથે જે રીતે દરેક રાજ્યની બેઝ પ્રમાણે ૫૦ ટકા સીટો પણ વધવાની છે, જેના કારણે દક્ષિણનાં રાજ્યોની ચિંતા હતી તે પણ દૂર થવાની છે. આ બિલમાં ડિલિમિટેશન પણ સાથે સાથે થવાનું છે. ગુજરાતમાં પણ અત્યારે જે ૧૮૨ સીટો વિધાનસભાની છે તેના બદલે ૨૭૩ જેટલી સીટો થશે અને ૨૬ લોકસભાની સીટોમાં બીજી ૧૩ સીટો વધશે એટલે કે ૩૯ સીટો થશે. આ બિલના કારણે દેશની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી સીધી રીતે વધશે.
વિશ્વના જે જે દેશોમાં મહિલાઓની ભાગીદારી રાજકીય ક્ષેત્રમાં એટલે કે નિર્ણય પ્રક્રિયામાં વધી છે તે બધા જ દેશોની પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતનું જે વિઝન છે તેમાં દેશની ૫૦ ટકા વસ્તીની મહિલાઓ જ્યારે ભાગીદારી કરશે ત્યારે આવનારા સમયમાં વિકસિત ભારતની ગતિને વધુ ઝડપ મળશે અને દેશમાં એક હકારાત્મક વાતાવરણ બનશે. કોંગ્રેસની રણનીતિ વર્ષ ૨૦૧૪ પછી ફિક્સ છે કારણ કે એ વિરોધ પક્ષ નથી, અવરોધ પક્ષ બની ગયો છે. તેમ ડો.અનિલ પટેલ જણાવે છે
(3:45 PM IST)










