News of Wednesday, 15th April 2026
વેપાર-ઉદ્યોગનાં હીતમાં ભારત મધ્યસ્થી બની વહેલી તકે યુધ્ધનો અંત લાવેઃ ચેમ્બરની માંગણી
જો યુધ્ધ નહિ અટકે તો મોંઘવારી બેકાબુ બનશેઃ ઈકોનોમીને બચાવવી જરૂરીઃ પ્રમુખ વી.પી.વૈષ્ણવ

રાજકોટ,તા.૧૫: વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં ભારત હંમેશા અગ્રણી રહ્યું છે. ત્યારે આશરે દોઢ મહિનાથી પヘમિ એશિયામાં અમેરીકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુધ્ધને કારણે ભારત દેશ સહિત અન્ય અનેક દેશોને પારાવાર નુકશાન પહોંચી રહ્યું છે અને પરિસ્થિતી વિકટ બની ગઈ છે. તેમજ આ યુધ્ધમાં અનેક નાના-મોટા બાળ કો, વૃધ્ધો જૈવા નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તે ચિંતાજનક છે. ભારત દેશ સમગ્ર વિશ્વમાં ઓદ્યોગીકક્ષેત્રે પોતાની આગવી છાપ ધરાવે છે ત્યારે આ વૈશ્વીક યુધ્ધની પરિસ્થિતિના કારણે વેપાર-ઉદ્યોગકારો અને માનવ જીવન ઉપર તેની ગંભીર અસર પહોંચી રહી છે. આ વૈશ્વીક યુધ્ધની તણાવપુર્ણ પરિસ્થિતિ સમગ્ર વિશ્વ માટે એક ચિતાનો વિષય બની ગયો છે. ત્યારે આ યુધ્ધને રોકવા માટે વોટાઘાટો ચાર્લી રહી છે અને બીજા અન્ય દેશો તેમાં મધ્યસ્થી થઈ રહ્યા છે.
ભારત દેશ એક શાંતિપ્રય દેશ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને તમામ દેશો સાથે મેત્રીપુર્ણ સંબંધો ધરાવે છે અને સમગ્ર વિશ્વની અંદર એક સાર્વત્રીક અને મજબુત નેતૃત્વ ધરાવનાર નેતા હોય તો તે એક માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે. ત્યારે આમા ભારત દેશએ તાત્કાલીક અસરથી મધ્યસ્થી થઈને યુધ્ધ બંધ કરાવવું જોઈએ. જેથી કરીને સમગ્ર વિશ્વના અને ખાડી દેશોને થઈ રહેલી પારાવાર નુકશાનીથી બચાવી શકાય અને આવનારા દિવસોમાં ભારત દેશના અર્થતંત્ર ઉપર જે અસર થઈ રહી છે તેને બચાવી શકાય.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન આ ત્રણેય દેશો ઉપર માનનીય વડાપ્રધાનશ્રીનું ખૂબ જ સારૂં પ્રભુત્વ હોય અને સમગ્ર વિશ્વ આની કાગડોળે રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે તો આ આમા તાત્કાલીક અસરથી મધ્યસ્થી થઈને યુધ્ધ બંધ કરાવવું જોઈએ. તેમજ જે દેશની ત્રેવડે નથી એ દેશ આમા મધ્યસ્થી થવાના ફાફા મારી રહ્યું છે ત્યારે ભારત દેશ એક સક્ષમ દેશ હોય આમાં મધ્યસ્થી કરે તો એક સોનામાં સુગંધ ભળશે અને અમોને આશા અને વિશ્વાસ છે કે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વૈશ્વીક યુધ્ધની પરિસ્થિતિમાં કોઈ નકકર પરિણામ આવશે જ અને સમગ્ર વિશ્વ તેની નોંધ લેશે. જો આ યુધ્ધ અટકશે નહીં તો પારાવાર નુકશાની થવા પામશે અને મોંઘવારી બેકાબુરીતે ફાટી નિકળશે તેમજ ગેસ / ક્રૂડ ઓઈલ સપ્લાયમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેના કારણે તેના ભાવ આસમાને પહોંચશે.
(3:06 PM IST)










