<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રાજકોટ હિરાસર એરપોર્ટ માટે ઇન્‍ટરનેશનલ ફલાઇટના દ્વાર ખૂલ્‍યાઃ ઇમીગ્રેશન એરપોર્ટની કેટેગરી-૧માં સામેલ

વડોદરા એરપોર્ટને પણ આવરી લેવાયું: જો, કે ઇન્‍ટરનેશનલ ફલાઇટ માટે જાહેરાત થઇ નથી

રાજકોટ, તા. ૧૩: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર માટે હવાઈ પરિવહન ક્ષેત્રે મહત્‍વપૂર્ણ સમાચાર સામે આવ્‍યા છે. કેન્‍દ્ર સરકારના ગળહ મંત્રાલય દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટને ઇમિગ્રેશન એરપોર્ટની કેટેગરી-૧ની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યું છે એટલે કે ફોરેન ઇમિગ્રેશન માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના વડોદરા એરપોર્ટનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે. આ અંગે કેન્‍દ્રીય ગળહ મંત્રાલયે ૯ નવેમ્‍બર, ૨૦૨૬ના રોજ ભારતના રાજપત્ર (ગેઝેટ ઓફ ઇન્‍ડિયા)માં સત્તાવાર અધિસૂચના પ્રસિદ્ધ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત સરકારના ગળહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન અને વિદેશી નાગરિકો વિષયક અધિનિયમ, ૨૦૨૫ની કલમ-૪ની પેટાકલમ (૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અગાઉ જાહેર કરવામાં આવેલી એરપોર્ટની યાદીમાં સુધારો કરવામાં આવ્‍યો છે. આ સુધારા અંતર્ગત કેટેગરી-૧ના એરપોર્ટની યાદીમાં ક્રમ નંબર ૪૦ પર રાજકોટ હિરાસર (ગુજરાત) અને ક્રમ નંબર ૪૧ પર વડોદરા (ગુજરાત)નો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

કેટેગરી-૧ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.

સૌરાષ્‍ટ્ર માટે મહત્‍વપૂર્ણ વિકાસની તક

રાજકોટ હિરાસર એરપોર્ટને આ યાદીમાં સ્‍થાન મળવું એ રાજકોટ અને સમગ્ર સૌરાષ્‍ટ્રના હવાઈ પરિવહન ક્ષેત્ર માટે મહત્‍વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજકોટ સૌરાષ્‍ટ્રનું મુખ્‍ય વેપારી, ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્‍દ્ર હોવાથી અહીંથી દેશ-વિદેશમાં અવરજવર કરતા મુસાફરોની સંખ્‍યા અને જરૂરિયાતો પણ મહત્‍વપૂર્ણ છે. ખાસ કરીને ઉદ્યોગકારો, વેપારીઓ, પ્રવાસીઓ અને વિદેશ સાથે વ્‍યવસાયિક સંબંધ ધરાવતા લોકો માટે ભવિષ્‍યમાં હવાઈ સેવાઓના વિસ્‍તરણની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે.

હિરાસર એરપોર્ટને કેટેગરી-૧ની યાદીમાં સામેલ કરવાના નિર્ણયથી ભવિષ્‍યમાં ઇમિગ્રેશન સંબંધિત સુવિધાઓ અને આંતરરાષ્‍ટ્રીય હવાઈ જોડાણના વિકાસ માટે માર્ગ મોકળો થવાની અપેક્ષા છે. જોકે, આ અધિસૂચના દ્વારા એરપોર્ટનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે, આંતરરાષ્‍ટ્રીય ફલાઇટ શરૂ થવાની તારીખ કે સીધી ફલાઇટ સેવા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી નથી.

(11:30 AM IST)