News of Saturday, 28th November 2026
સિવિલ ચોક બ્રીજ ઉપરથી ખંભાળીયાનો જાફર સંઘાર વિદેશી સીગારેટ સાથે ઝડપાયો
એસઓજી પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા સહિતની ટીમની કામગીરી

રાજકોટ તા. ર૮: શહેર સિવિલ હોસ્પિટલ ચોક નજીક ઓવરબ્રિજ ઉપરથી એસઓજીએ બાતમીના આધારે પ્રતિબંધિત વિદેશી સિગારેટના જથ્થા સાથે દ્વારકા પંથકનાં શખ્સને ઝડપી લઇ રૂા. ૮ હજારની કિંમતનો સિગારેટનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધીક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચનાથી એસ.ઓ.જી. પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમાની રાહબારીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે સિવિલ હોસ્પિટલના બ્રિજ ઉપરથી વિદેશી બ્રાન્ડની સિગારેટનાં જથ્થા સાથે દેવભુમી દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા તાલુકાનાં ભરાણા ગામનાં જાફર અબ્રાહમ સંઘાર (ઉ.વ. ૪૦) ને પકડી લઇ અલગ અલગ બ્રાન્ડની રૂા. ૮ હજારની કિંમતની ૪૦૦ વિદેશી સિગારેટનો જથ્થો કબ્જો કરી આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. આ કામગીરી પો. ઇન્સ. એન. બી. ચૌધરી તથા પો. સબ ઇન્સ. બી. વી. ચુડાસમા તથા એ.એસ.આઇ. રવિભાઇ વાંક તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ બાળા તથા ભરતસિંહ પરમાર તથા પો. હેડ કોન્સ. સ્નેહભાઇ ભાદરકાએ કરી હતી.
(2:48 PM IST)










