News of Friday, 23rd October 2026
કાળીપાટ પાસે શાપરના જગદીશ ઉર્ફે જગાને વિદેશી દારૂ ભરેલી કાર સાથે પીસીબીએ પકડયો
સરધાર તરફથી લાવ્યાનું રટણઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયાની ટીમની કામગીરીઃ મોકલનાર અને મંગાવનારાની શોધખોળઃ કુલ ૩.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો મહિપાલસિંહ ઝાલા, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, હરપાલસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૩: વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ફરી ધોંસ બોલાવવાનું ચાલુ કર્યુ છે. પીસીબીની ટીમે વધુ એક દરોડામાં જથ્થા સાથે શાાપરના શખ્સને પકડી લીધો હતો. કારમાં રૂા. ૧,૧૯૪૨૪નો દારૂ ભરી સરધાર તરફથી તે નીકળ્યો હતો અને પકડાઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ દારૂની પ્રવૃતિ નાબુદ કરવાની સુચના અંતર્ગત પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએસઆઇ અનિલભાઇ સોનારા, હેડકોનસ. હરદેવસિંહ રાણા, કોન્સ. હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સરધાર તરફથી એક દારૂ ભરેલી કાર આવી રહી છે. જેના આધારે કાળીપાટ ગામના બાયપાસ પર હીંગળાજ હોટેલ પાસે વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની અલ્ટો કાર જીજે૩૫એ-૫૫૬૧ આવી હતી. જેને આંતરીને તલાશી લેતાં અંદરથી રોયલ સ્ટેગ વ્હીસ્કીની ૧૮૦ એમએલની રૂા. ૧,૧૯,૪૨૪ની ૩૮૪ બોટલ મળી આવી હતી.
પોલીસે કારના ચાલક જગદીશ ઉર્ફે જગો પાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૪-રહે. શાપર શીતળા માતાના માંદિર પાસે, જીઇબી પાછળ) સામે ગુનો નોંધી ધરપકડ કરી દારૂ અને બે લાખની કાર કબ્જે કરી તે દારૂ કોની પાસેથી લાવ્યો તેની તપાસ હાથ ધરી છે. જો કે તેણે રટણ કર્યુ હતું કે દારૂ મંગાવનારા અને મોકલનારાને પોતે જાણતો નથી, પોતે માત્ર ડ્રાઇવર તરીકે ફેરો કરવા આવ્યો હતો. પોલીસે તેની વધુ તપાસ યથાવત રાખી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઈ સોનારા, હેડકોનસ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીયા, વાલજીભાઈ જડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, હરપાલસિંહ જાડેજા તથા ડ્રા. હેડકોન્સ. જયેશભાઈ ગઢવીએ આ કામગીરી કરી છે
(3:27 PM IST)










