તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 6th July 2026
આજી ડેમ ચોકડી પાસેના સર્કલમાં જય માંધાતા મહારાજ તથા ચુનારાવાડ ચોકમાં સંતશ્રી વેલનાથ બાપુની પ્રતિમા સ્થાપીત કરો
વોર્ડ નં. ૧પ ના કોંગ્રેસ કોર્પોરેટર મનીષાબેન રોજાસરા દ્વારા મેયર નેહલ શુકલને રજુઆત

રાજકોટ, તા., ૬ : શહેરના વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના કોર્પોરેટર મનીષાબેન રોજાસરાએ મેયર નેહલભાઈ શુકલને આજીડેમ ચોકડીના બ્રિજ પાસે જે સર્કલ છે ત્યાં જય માંધાતા મહારાજની અને ચુનારાવાર ચોકમાં સંત શ્રી વેલનાથબાપુની પ્રતીમાં સ્થાપિત કરવા આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧૫ માં મારા મત વિસ્તારમાં આવેલ આજીડેમ ચોકડી સર્કલ માં જય માંધાતા મહારાજની પ્રતીમાં સ્થાપિત કરવી અને ચુનારાવાડ ચોકમાં સંત શ્રી વેલનાથ બાપુની પ્રતીમાં સ્થાપિત કરવી વિધાનસભા ૬૮ માં બે લાખથી વધારે કોળી સમાજની વસ્તી હોય અને આ વિસ્તારમાં કોળી સમાજના અનેક આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી છે.
આગામી જનરલ બોર્ડમાં આ બાબતે આ સર્કલ ઉપર સર્કલનું નામ પણ જય માંધાતા ચોક રાખવામાં આવે અને ઠરાવ પાસ કરીને ત્યાં પ્રતીમાં સ્થાપિત કરવામાં આવે એવી ૨જૂઆત કરવામાં આવી હતી.
આ રજુઆત વખતે કોર્પોરેટર વોર્ડ નં.૧૫ મનીષાબેન પ્રવીણભાઈ રોજાસરા અને પ્રમુખ કિશનભાઈ રોજાસરા, પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઠાકોર સમાજના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજીયા, ભુપતભાઈ રાઠોડ, રણછોડભાઈ સાકરીયા, શૈલેષભાઈ જાદવ, દેવશીભાઈ વાઘેલા, રમેશભાઈ ચુડાસમા, રાહુલ સાકરીયા, સુનિલભાઈ સરવૈયા, છગનભાઈ સાપરા અને સમાજના આગેવાનેએ હાજરી રહી મહાનગરપાલિકાના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ચેરમેન સમાજ કલ્યાણ સમિતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.
(4:00 PM IST)










