News of Friday, 13th November 2026
રાત્રે જલારામ ધ્વજ વિતરણ

રાજકોટઃ પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આજે શુક્રવાર ૮:૪૫ કલાકે જલારામ ધ્વજ (ઝંડી) વિતરણ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ચોક, પી.ડી. માલવિયા કોલેજ પાસે, કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તમામ જલારામ ભક્તોને જલારામ બાપાની ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક સમાન જલારામ ધ્વજ (જંડી) પ્રાપ્ત કરવા તથા કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ અપાયું છે.
(4:15 PM IST)










