News of Saturday, 7th November 2026
૧૬મીએ જલારામ જન્મોત્સવઃ શોભાયાત્રાની ઉત્સાહભેર તૈયારી
પંચનાથ મંદિરે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજનઃ મુખ્ય રથ સાથે વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક ફલોટ જોડાશે

રાજકોટ,તા.૭: શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે આગામી તા.૧૬ના કારતક સુદ સાતમ, સોમવારના રોજ ભવ્ય જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રાની પૂર્વતૈયારીના ભાગરૂપે સમિતિના કાર્યાલય ખાતે પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મધ્વજનું વિધિવત્ પૂજન નવાગામ લાલ હનુમાન મંદિરના પૂજ્ય શ્રી અનમોલદાસ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય અનમોલદાસ બાપુ દ્વારા જલારામ બાપાના જીવનચરિત્ર, પરચા અને મહાત્મ્ય વિશે ભાવસભર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બાપુએ જલારામ બાપાની ભક્તિ, સેવા, સમર્પણ અને માનવતાના સંદેશનું સુંદર વર્ણન કર્યું હતું.
પૂજ્ય બાપુનું સ્વાગત તથા અભિવાદન શોભાયાત્રાના મુખ્ય યજમાન શ્રી અશ્વિનભાઈ મનુભાઈ જોબનપુત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી અશ્વિનભાઈ મીરાણી તથા શ્રી રાજેશભાઈ મીરાણી દ્વારા પણ બાપુનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના શ્રી પ્રવીણભાઈ કાનાબારા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી શોભાયાત્રા અંગેની વિસ્તૃત માહિતી તથા વિવિધ ફલોટ્સમાં ભાગ લેવા માટેની નોંધણી અંગેની માહિતી સમિતિના શ્રી અશોકભાઈ હિડોચા દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી રમણભાઈ કોટક, શ્રી કલ્પેશભાઈ પોપટ, શ્રી કેવલભાઈ મસરૂ, શ્રી અશ્વિનભાઈ જોબનપુત્રા, સોનલબેન સોમૈયા, જાગૃતિબેન ખીમાણી, અનિતાબેન કેસરિયા, શ્રી વિશેષ ગોકાણી, શ્રી ધર્મ તથા શ્રીમતી કૃપાલી સોમૈયા, શ્રી દિલીપ ભાઈ ચંદુલાલ પોપટ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી દિલીપભાઈ પોપટ પરિવાર દ્વારા સાંગણવા ચોક માં તમામ જલારામ ભકતો નું આઇસક્રીમ પ્રસાદ દ્વારા સ્વાગત કરશ્રશે જ્યારે શ્રી જલારામ ડીજે માટે શ્રી અજયભાઈ વડેરા તથા શ્રી નિલેશભાઈ જોબનપુત્રા નો સહયોગ પ્રાપ્ત થયો છે . જલારામધર્મ ધ્વજ પૂજન કાર્યક્રમ માં રઘુવંશી સમાજના અગ્રણી શ્રી અશ્વિનભાઈ વિઠલાણીનું પણ વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું તથા શ્રી વજુભાઈ વિઠલાણી, શ્રી મનીષભાઈ સોનપાલ શ્રી ઉદ્ધવ કાનાબાર વગેરે દ્વારા જલારામ બાપાના જયજયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવવામાં આવ્યું હતું.
આગામી તારીખ ૧૬ના, સોમવારે સવારે ૯:૧૫ કલાકે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં પૂજનવિધિ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે સંતો ના આશીર્વાદ દિપ પ્રગટ્ય બાદ જલારામ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે.
આ શોભાયાત્રા રાજકોટના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ પંચનાથ મહાદેવ મંદિર ખાતે વિરામ પામશે. જ્યાં બપોરે ૧ કલાકે મહાઆરતી તથા તમામ જલારામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચનાથ મહાદેવ મંદિરના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ તથા તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત અને અદભુત સન્માન કરવામાં આવશે. મંદિરના પટાંગણમાં પૂજ્ય જલારામ બાપાની આકર્ષક ઝૂંપડી, દર્શન વ્યવસ્થા, સુંદર રંગોળી તથા ભવ્ય શણગાર કરવામાં આવશે.
શોભાયાત્રામાં શ્રી જલારામ જન્મોત્સવ સમિતિનો મુખ્ય રથ મોખરે રહેશે. પૂજ્ય જલારામ બાપાના અદભુત દર્શન તથા આકર્ષક શણગારથી સુશોભિત આ મુખ્ય રથ શ્રી રમેશભાઈ ગણાત્રા, વસંત સાઉન્ડ સર્વિસ, રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ફલોટ્સ શોભાયાત્રામાં જોડાશે. જેમાં ૧. શ્રી રઘુવંશી યુવા ગ્રુપ, વોર્ડ નંબર ૧૦ પરેશભાઈ તન્નાના માર્ગદર્શન હેઠળ. ૨. વોર્ડ નંબર ૮, લક્ષ્મીનગર વિસ્તારનો ફલોટ શ્રી અમિતભાઈ અઢીયા દ્વારા. ૩. શ્રી દેવપરા શાક માર્કેટ એસોસિએશન, દેવપરા વિસ્તારનો ફલોટ શ્રી અશ્વિનભાઈ જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ. ૪. શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પાંચ આકર્ષક ફલોટ્સ શ્રી જયેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ. ૫. શ્રી રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીનો ધાર્મિક ફલોટ શ્રી રમણભાઈ કોટકના માર્ગદર્શન હેઠળ. ૬. શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળનો અન્નપૂર્ણા રથ આકર્ષક શણગાર સાથે પૂજ્ય જલારામ બાપાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આ આયોજન શ્રી યોગેશભાઈ જસાણી, શ્રી અશોકભાઈ હિડોચા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. ૭. શ્રી રંગીલા હનુમાન ગ્રુપ, હર્ષણવાડીનો ફલોટ કાનાભાઈના માર્ગદર્શન હેઠળ. ૮. શ્રી સોનલબેન સોમૈયા, વોર્ડ નંબર ૧૮નો ફલોટ. ૯. શ્રી જેમ્સ ચિલ્ડ્રન ક્લબનો ફલોટ પૂજ્ય જલારામ બાપાના જીવંત પાત્રો સાથે આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવશે. હીનાબેન પોપટના માર્ગદર્શન હેઠળ. ૧૦. શ્રી રઘુવંશી ફ્રેન્ડ્સ તથા ચિલ્ડ્રન ક્લબ, વોર્ડ નંબર ૧નો ફલોટ જાગૃતિબેન ખીમાણીના માર્ગદર્શન હેઠળ. ૧૧. શ્રી ડેરીલેન્ડ યુવા ગ્રુપનો ફલોટ રાજુભાઈના માર્ગદર્શન હેઠળ રજૂ થશે.
આ ઉપરાંત અનેકવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ફલોટ્સ પણ શોભાયાત્રામાં જોડાશે, જે રાજકોટના નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.શોભાયાત્રા રાજકોટના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થશે ત્યારે માર્ગમાં ઠેરઠેર વિવિધ સંસ્થાઓ, મંડળો, વેપારી એસોસિએશનો અને જલારામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, અભિવાદન તથા પુષ્પવર્ષા કરવામાં આવશે. શોભાયાત્રાના સુચારુ સંચાલન માટે વિવિધ સ્થળોએ સ્વાગત વ્યવસ્થા તથા પાઇલોટિગનું પણ આયોજન કરવામાં આવશે.
સમગ્ર શોભાયાત્રાને ભવ્ય, દિવ્ય અને યાદગાર બનાવવા માટે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટના સર્વે જલારામ ભક્તો તથા વિવિધ ફલોટ્સના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વધુ વિગત તથા ફલોટ્સની નોંધણી માટે સમિતિના કાર્યાલય ખાતે રાત્રે ૯:૩૦ કલાકે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અથવા મો.૯૪૨૬૨ ૫૪૯૯૯/ ૯૮૨૪૨ ૬૫૩૦૦ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા રાજકોટના તમામ જલારામ ભક્તો, લોહાણા સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, મહિલા મંડળો, યુવાનો તથા ધર્મપ્રેમી નાગરિકોને આ ભવ્ય શોભાયાત્રામાં સહપરિવાર મોટી સંખ્યામાં જોડાઈ પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
(2:33 PM IST)










