News of Saturday, 14th November 2026
જલારામ જયંતિઃ રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા બે સ્થળોએ આયોજનઃ મહાઆરતી, છપ્પનભોગ, મહાપ્રસાદ

રાજકોટઃ ‘‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ''ના જીવનમંત્રને સાર્થક કરનાર રઘુકુળ ભૂષણ અને હિન્દુ સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિની સમગ્ર વિશ્વમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થવા જઈ રહી છે. વીરપુરની પાવન ધરતી પર પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈના ઘરે જન્મેલા જલારામબાપા બાળપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ, અત્યંત દયાળુ સ્વભાવ અને સાધુ-સંતોની સેવા પ્રત્યે અનન્ય સમર્પણ ધરાવતા હતા. ફતેહપુરના સંત શ્રી ભોજા ભગતને ગુરુ બનાવીને તેમણે ‘‘રામ નામ''નો મંત્ર ગ્રહણ કર્યો અને ગુરુની આજ્ઞા તેમજ ધર્મપત્ની વીરબાઈમાના અતૂટ સાથથી આજથી બસો વર્ષ પૂર્વે વીરપુરમાં અન્નક્ષેત્ર (સદાવ્રત) શરૂ કર્યું. તેમના જીવનમાં અન્નપૂર્ણાના અખૂટ ભંડાર અને સાક્ષાત્ પ્રભુ દ્વારા ઝોળી-દંડો અર્પણ કરવા જેવા અનેક દિવ્ય પરચાઓ આજે પણ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. બાપાએ શરૂ કરેલું આ સદાવ્રત આજે પણ અવિરતપણે ચાલીને સમગ્ર વિશ્વને ભૂખ્યાને ભોજન અને માનવસેવાનો અનોખો સંદેશ આપે છે.
સંત શ્રી જલારામબાપાના આ જ સેવા અને સદાવ્રતના સંસ્કારોને ઉજાગર કરવાના હેતુથી શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના આજીડેમ તથા ગાંધીગ્રામ વિસ્તારમાં ભવ્ય મહાઆરતી, ૫૬ ભોગ અને મહાપ્રસાદનું આયોજન તા. ૧૬, કારતક સુદ સાતમ ને સોમવારે કરવામાં આવેલ છે.
શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ શ્રી કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) એ વધુમાં જણાવ્યું છે કે, પ્રથમ આયોજન અંતર્ગત આજીડેમ વિસ્તારમાં શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ તથા શ્રી જલારામ ઘી ડિપોના સંયુક્ત ઉપક્રમે સુંદરમ્ પાર્ક-૦૧, ક્રિષ્ના હોસ્પિટલની પાછળ, આજીડેમ ચોકડી, રાજકોટ ખાતે સવારે ૧૧ કલાકે મહાઆરતી યોજાશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૨ વાગ્યા સુધી મહાપ્રસાદ યોજાશે. જેમાં ૨,૫૦૦ થી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેવાના છે (સંપર્કઃ ૯૯૧૩૩ ૬૦૩૭૦).
જ્યારે બીજા આયોજન અંતર્ગત ગાંધીગ્રામ વિસ્તારમાં શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ તથા શ્રી જલારામ દુગ્ધાલય અને જાંબુના સંયુક્ત ઉપક્રમે ‘‘ઉદય હોલ'', લાખના બંગલા વાળો રોડ, રામપીર ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે જલારામબાપાને ભવ્ય ૫૬ ભોગ ધરવામાં આવશે, જે દર્શનાર્થી ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી અને સાંજે ૭:૪૫ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે, જ્યાં ૫ હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે (સંપર્ક ૮૩૦૬૪ ૨૩૮૬૮, ૮૭૫૩૦ ૨૯૯૯૯).
આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ શ્રી કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ), ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જયભારત ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઈ ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રતીક રાચ્છ તેમજ રાજકોટ શહેર સંગઠનની ટીમના વોર્ડ સંયોજકશ્રીઓ રાજ સોમૈયા. બીરેન જોબનપુત્રા, રામ લાલચેતા, પાર્થ નથવાણી, મિહિર સોમૈયા, હાર્દિક કારિયા, વોર્ડ સહ-સંયોજકશ્રીઓ ધ્રુવિક હાલાણી, પાર્થ સોમૈયા, ઉદય તન્ના, કપિલ ચોટાઈ, અભિજીત જોબનપુત્રા અને સંગઠનની શ્રી જલારામબાપા જન્મજયંતિ મહોત્સવ સમિતિના ઈનચાર્જ સાહિલ વસંત તથા પાર્થ પલાણ સહિત ટીમએ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં: રાજભાઇ ચોટાઇ, ભૂમિતભાઇ રાજાણી, આર્યનભાઇ ચંદારાણા, કુંશાંગભાઇ ચંદારાણા, રચિતભાઇ તન્ના, કૃણાલભાઇ હિંડોચા, હિતેષ ઠકકર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:26 PM IST)










