તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
જન આક્રોશ સભાઃજનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસ ના હોદ્દેદારો રવાના

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે‘‘જન આક્રોશ સભા'' નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતા સાથે જોડાયેલા વિવિધ જ્વલંત પ્રશ્નો અને સરકારની જનવિરોધી નીતિઓ સામે અવાજ બુલંદ કરવા માટે યોજાનારી આ જન આક્રોશ સભામાં રાજકોટ શહેરમાંથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ ઇન્ચાર્જ, વિવિધ સેલ-ફ્રન્ટલના પ્રમુખો તથા કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે જોડાયા હતા.
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,‘‘ગુજરાતનું ભવિષ્ય આપણા યુવાનો છે. આજે શિક્ષણ ક્ષેત્રમાં જે સ્થિતિ ઊભી થઈ રહી છે તે ચિંતાજનક છે. વિદ્યાર્થીઓ મહેનત કરીને શિક્ષણ મેળવે છે, પરંતુ શિક્ષણની ગુણવત્તા, પરીક્ષાઓની વ્યવસ્થા અને ભવિષ્યની તકો અંગે તેમના મનમાં અનેક પ્રશ્નો છે. સરકારની પ્રથમ જવાબદારી યુવાનોને સારું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાની હોવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજની Gen-Z પેઢી અગાઉની પેઢીઓ કરતાં અલગ રીતે વિચારે છે. આ પેઢી પોતાના અધિકારો અંગે જાગળત છે, પ્રશ્નો પૂછે છે અને પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટતા માંગે છે. તેમના અવાજને દબાવવાની નહીં પરંતુ તેમને સાંભળવાની જરૂર છે. યુવાનોને તક આપશો તો તેઓ ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
આજ સભામાં રાજકોટ થી ડો. રાજદીપસિંહ જાડેજા સહિત જશવંતસિંહ ભટ્ટી ડી.પી મકવાણા દિપ્તીબેન સોલંકી, નીતિનભાઈ ભંડેરી મેહુલ પટેલ, અર્જુનભાઈ ચૌહાણ ઇબ્રાહીમભાઇ સોરા સુનિલભાઈ ચાવડીયા હેમલભાઈ પેસીવાડીયા સિકંદરભાઈ ડાકોરા, રામદેવસિંહ વાઘેલા હરેશભાઈ ભારાઈ,કપિલભાઈ ગોસ્વામી રાજેન્દ્રસિંહ વાઘેલા મહેસૂરસિંહ ઝાલા મનસુખભાઈ જાદવ, દીપુબેન રવિયા ચંદ્રિકાબેન વરાણીયા અફઝલ ભાઈ મેતર, મનસુખભાઈ ગોહિલ,શરીફ ભાઈ સોઢા સહિતના હોદ્દેદારો ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા.










