તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 3rd August 2026
૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવઃ માર્ગદર્શક સમિતિ જાહેર
બાંસુરી દેખો ગુંજ ગાએ, કુંડલ કમલ સબ મચાએ શોર, ખત્મ હો રહા હૈ ઇંતઝાર કા ઢોલ, આ રહે હૈ માખનચોર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત આયોજન : ટુંક સમયમાં કાર્યાલય ઉદ્ઘાટન

રાજકોટ, તા., ૩: વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના ૨૯ ઓગસ્ટ ૧૯૬૪ ના જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે મુંબઈ સ્થીત સાંદીપની આશ્રમ મા થઈ હતી. મુખ્ય સ્થાપકોમા રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘના દ્વીતીય સરસંઘચાલક ગુરુજી, સ્વામી ચિનમયાનંદ, એસ. એસ. આપ્ટે, કે. કા. શાષાી ઉપરાંત અનેક વિધ્વાનો હતા. વિશ્વ હિંદુ પરીષદની સ્થાપનાના મુખ્ય ઉદેશ્યો મા સમગ્ર વિશ્વ મા ફેલાયેલા હિંદુઓને સંગઠીત અને જાગ્રુત કરવા, હિંદુ ધર્મના માનબિંદુઓ, જીવનમુલ્યો અને પરંપરાઓ અને સંસ્ક્રુતીનુ રક્ષણ અને જતન કરવુ, હિંદુ સમાજના કુરીવાજો અને ભેદભાવોને દુર કરી સમાજમા સમરસતા લાવવી અને જરુરીયાતમંદ લોકોની સેવા કરવી વગેરે હતા. સંતોના માર્ગદર્શન થી અનેકવિધ સામાજીક અને આજે વિશ્વના ૫૦ થી વધુ દેશોમા વિશ્વ હિંદુ પરીષદની સમીતીઓ ધાર્મીક આંદોલનોને સફળતા પુર્વક યોજવા ઉપરાંત આ કાર્યરત છે. આ સંસ્થા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે.
વિશ્વ હિંદુ પરિષદ - રાજકોટ મહાનગર દ્વારા તાજેતરમાં જન્માષ્ટમી મહોત્સવની પૂર્વતૈયારીઓ માટે પ્રાંતમા કાર્યાલયે બેઠક યોજવામાં આવી હતી
જેમા સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જવા તેમજ મહોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ માર્ગદર્શક સમિતિ ની રચના કરવામાં આવી છે.
માર્ગદર્શક સમિતિમાં માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા વગેરેની વરણી કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા ૪૧ વર્ષોથી જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ ૪ સપ્ટેમ્બરના રોજ શ્રી કળષ્ણ કનૈયા લાલ કી જયના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા રાજકોટના ઐતીહાસીક માર્ગો પર નિકળશે તેમ માર્ગદર્શક સમીતીના શ્રી માવજીભાઈ ડોડીયાએ જણાવ્યુ હતું. જન્માષ્ટમી મહોત્સવ સમીતી - ૨૦૨૬-ની રૂપરેખા અને નિમણુકો આગામી બેઠકમા કરવામા આવશે તેમ શ્રી નરેંદ્રભાઇ દવે એ જણાવ્યુ હતું ઉપરાંત સમીતી ભુપતભાઇ ગોવાણી અને વનરાજભાઇ ગરૈયાના કહેવા મુજબ દર વર્ષની જેમ શૌભાયાત્રા, ગોપી કિશન સ્પર્ધા, ભવ્ય લોક ડાયરો, કાન ગોપી રાસ મંડળ દ્વારા સંસ્કળતીક કાર્યક્રમો ઉપરાંત અનેક વિધ કાર્યક્રમો નુ આયોજન કરવામા આવનાર છે.
અનેક વિધ આયોજનો થકી સમાજના તમામ વર્ગના લોકો, સંતો, મહંતો, ધર્માચાર્યો, ઉપરાંત ધાર્મીક, સામાજીક, શૈક્ષણીક અને વ્યવસાયીક સંગઠનો અને સેવાકીય મંડળો ઉપરાંત શહેરના જન જન ને તમામ આયોજનોમા જોડવાના પ્રયાસો કરવામા આવશે તેમ માર્ગદર્શક સમીતી ના તમામ સભ્યો દ્વારા એક સુરથી કહેવામાં આવ્યુ હતું. જન્માષ્ટમીની શોભાયાત્રા ૪ સપ્ટેમ્બર શુક્રવારે યોજાશે.
આ તકે શાંતુભાઈ રૂપારેલીયા અને હસુભાઈ ભગદેવ એ ફ્લોટ્સ માટે નાના મોટા ટ્રક અને અન્ય વાહનો જેટલા જોઈ તેટલા ની સંપૂર્ણપણે વ્યવસ્થા કરી આપવાની ખાત્રી આપી હતી.
માર્ગદર્શક સમીતીના હસુભાઇ ચંદારાણા અને અશોકભાઈ મકવાણાએ વધુમાં જણાવ્યુ હતુ કે જન્માષ્ટમી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભાવિ પેઢીઓને સંસ્કાર આપતો, સમાજમાં એકતા અને બંધુત્વ પેદા કરતો ઉત્સવ છે.
જન્માષ્ટમી મહોત્સવમાં ભાવિકો માટે આરતી, ભજન, સંતોનો આશીર્વાદ, કથા, મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમો ભગવાન શ્રીકળષ્ણની લીલાઓના સ્મરણથી જીવનમાં સદગુણો અને સકારાત્મકતા પ્રેરણા આપે તે હેતુથી આયોજન આવનાર છે તેમ સમીતીના નિતિશભાઇ કથીરીયાએ જણાવ્યુ હતું.
શહેરના સૌ ધર્મપ્રેમી ભાવિકોને આ જન્માષ્ટમી મહોત્સવ નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા આને જોડાવા માટે માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.
(3:40 PM IST)










