News of Saturday, 18th July 2026
મોરબી રોડ પાવન પાર્કના ૪૪ વર્ષના જીજ્ઞેશભાઇનું હૃદય બેસી ગયું
રેસકોર્ષ રીંગ રોડ પર ફૂડ કાર્ટ રાખી ગુજરાન ચલાવતાં હતાં: બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારના સદસ્યનું મૃત્યુ થયું છે. મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં આવેલા પાવન પાર્ક ફલેટમાં રહેતાં જીજ્ઞેશભાઇ પ્રભુદાસભાઇ ઉમરાણીયા (ઉ.વ.૪૪) ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું.
જીજ્ઞેશભાઇ ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જીજ્ઞેશભાઇ રેસકોર્ષ રીંગ રોડ પર ફૂડકાર્ટ રાખી ગુજરાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:19 PM IST)










