<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

‘કંકણ પ્રસ્‍તુત સરગમ ગેલેક્‍સી ગ્રૂપ દ્વારા ‘મા' તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે'

મંગળવારે દશેરાએ હેમુ ગઢવી હોલ ખાતે શક્‍તિ આરાધનારૂપી કલાત્‍મક રજૂઆત : પારંપારિક ગરબા ગરબી- રાસ રાસડાની ૪૫ પ્રકારોની ઝેન-ઝી રેપ(છંદ) રાસ સુધીની કલામય પ્રસ્‍તુતિઃ કંકણની ગરબા વિશ્વને માતાજીની જાતરનો ડાક, તલવાર, ત્રિશુળ, શંખ, મા મોમાઈ ચામુંડા હિંગળાજ -મહાકાળી સંગાથે ભવાઈ ગરબાની અને કૃષ્‍ણના ઝેન-ઝી વલોણાં રાસની નવતર ભેટ : સમૂહ સ્‍વરોઃ૧. ઉન્નતિ મયંકભાઈ દેસાઈ, ૨. ક્રુતિ ચિરાગભાઈ વસાવડા, ૩. સૂચિત્રા નિરંજનભાઈ મહેતા, ૪.ફાલ્‍ગુની અરુણકુમાર રાવલ,૫. તૃપ્તિ ગોપાલભાઈ નિમાવત

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત કલાસંસ્‍થા કંકણ  ઇન્‍ટરનેશનલ ગરબા ગ્રૂપ  રાજકોટ-  ગુજરાત -  ભારત (ઇંડિયન કાઉન્‍સીલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ  મિનિસ્‍ટ્રી ઓફ એક્‍સટર્નલ અફફૈર્સ  નવી દિલ્‍હી માન્‍યતા પ્રાપ્ત)  દ્વારા પ્રતિવર્ષ યોજાતા કલાત્‍મક ગરબા -  ગરબી -  રાસ -  રાસડાનો કાર્યક્રમ ‘મા' તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે' દશેરા તા. ૨૦ (મંગળવાર) ના રોજ યોજાનાર છે. શ્રી હેમુ ગઢવી હોલ - રાજકોટ ખાતે રાત્રિના ૮:૪૫ કલાકે યોજાનાર છે.

કંકણ પ્રસ્‍તુત ભવ્‍ય કાર્યક્રમનું દીપ પ્રાગટ્‍ય  શ્રી વજુભાઈ વાળા (પૂર્વ રાજ્‍યપાલ, કર્ણાટક) અને અતિથિ વિશેષ  શ્રી વિશાલ વિક્રમ (હેડ, I.C.C.R)ના વરદહસ્‍તે  થનાર છે. ઉકત કાર્યક્રમ કંકણ પ્રેરણાષોત હંસદેવજી સાગઠિયા, અર્કિલા મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તેમજ  ડો.  ઘનશ્‍યામ જાગાણી (સદભાવના હોસ્‍પિટલ)એ શુભેચ્‍છા પાઠવેલ છે.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ ક્‍લબ રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી અને ગેલેક્‍સી ગ્રુપ ઓફ સ્‍કૂલના  કિરણભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રતિ વર્ષની માફક ગરબાને ગૌરવવંતી  રાખનાર સંસ્‍થા કંકણને ઉદ્યોગપતિઓ અરવિદભાઈ પટેલ (ફિલ્‍ડ માર્શલ), મનેષભાઈ મદેકા (રોલેક્‍સ રીંગ્‍સ), સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્‍ડસ્‍ટ્રીઝ) તેમજ પરાક્રમસિહ જાડેજા(જ્‍યોતિ ઘ્‍ફઘ્‍, રાજકોટ) નો આર્થિક સહયોગ સાંપડ્‍યો છે.

શક્‍તિ આરાધનાના કાર્યક્રમમાં  ભક્‍તિમાં તરબોળ થવા ગરબા આરાધક પ્રેક્ષકગણને, કંકણ ટ્રસ્‍ટીશ્રી આર્કિટેક્‍ટ નિલેષભાઈ ભોજાણી, શ્રી ઝલક મિહિર છાયા, શ્રી શુભશ્રી સ્‍મિત ઠકરાર, મેનેજિગ ટ્રસ્‍ટી, સંચાલિકા અને નૃત્‍ય નિર્દેશિકા શ્રી ટ્‍વિંકલ ઘનશ્‍યામ જાગાણી અને કંકણ સંસ્‍થાપિકા અને નૃત્‍ય નિર્દેશિકા ‘કલાધરીત્રી' સુ.શ્રી  સોનલ હંસદેવજી સાગઠીયાએ ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

કંકણ પ્રસ્‍તુત ‘મા' તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે' કાર્યક્રમનું સંચાલન કંકણ કલાકાર ય્‍થ્‍ નિશિતા દીપ માંડવીયા અને ‘કલાધરીત્રી' સોનલ હંસદેવજી સાગઠિયા કરનાર છે.  કલાત્‍મક ગરબા - ગરબી - રાસ - રાસડાનું સમગ્ર કલ્‍પન - સંકલન અને નૃત્‍ય નિર્દેશન કંકણ મેનેજિગ ટ્રસ્‍ટી ટ્‍વીંકલ ઘનશ્‍યામ જાગાણી,  ઝલક મિહિર છાયા, શુભશ્રી સ્‍મિત ઠકરાર, ભક્‍તિ કેતન રાવલ અને ઝેન-ઝી મીમાંસા રૂપારેલીયા દ્વારા કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમમાં ગીત  સંગીત ડો. ભરત પટેલ (Music Director, All India Radio  Rajkot) તેમજ કલીમ શેખ (Yash Studio, Rajkot) દ્વારા કરવામાં આવ્‍યું છે.

કંકણના ૧૦૦ કલાકારો ગરબાના કામણ પાથરશે

સોનલબેન હંસદેવજી સાગઠિયા, ટ્‍વિંકલ જાગાણી શાહ, ઝલક મિહિર છાયા, શુભશ્રી સ્‍મિત ઠકરાર , ભક્‍તિ કેતન રાવલ , દેવાંશી દીપા રુપારેલિયા , મીમાંસા દીપા રૂપારેલીયા , નિશિતા દીપ માંડવિયા , ખયાલી મૈત્રેયી  કીકાણી, જિનલ મીત કોટેચા , મીરવા ધર્મિષ્ઠા સગપરીયા, શ્રેયા નયના બારોટ, પલક કાનન મહેતા , યશ્વી ટ્‍વિંકલ પટેલ , પ્રિયાંશી રાજેશ્રી વ્‍યાસ, ઉન્નતિ શ્વેતા દેસાઈ, ચાર્મી કપિલા ગોસ્‍વામી, સોનલ તરુલતા રાવલ , ક્રિશા જેની નથવાણી, લક્ષ્મી અમિતા પટેલ,નંદિની અલ્‍પા રાદડીયા, પ્રિયાંશી કોમલ પરમાર , કૈરવી મિત્તલ ડોડીયા ,જેન્‍સી વિપુલા રામાણી, કાવ્‍યા ઉલ્‍કા આચાર્યા, પલક નમ્રતા રાઠોડ,પંજરી શીતલ ખોખરા , કૃપાલી હિના માંડવિયા , દુર્વા મિત્તલ રાઠોડ , આયુષી હેતલ ધકાણ, સંગીતા અરુણા સોલંકી, આયુષી વિભૂતિ પટેલ, અર્ચના પ્રફુલ્‍લા મેર, મિત્રા પાયલ ત્રિવેદી,  દિયા નિશા ગોસ્‍વામી, ડો. કપિલાબેન મનસુખગીરી  ગોસ્‍વામી, મીરાબા  વિજયસિહ પરમાર,જયશ્રી નિલેષ પટેલ, સેજલ નરેન્‍દ્ર સોલંકી, આરતી નરેશ વાઘેલા, રશ્‍મિ પરેશ રાજગોર, જલ્‍પા તેજસ સોઢા , પ્રભા વિનેશ બામણીયા,મોહિતા ભાવેશ કબીર,જ્‍યોતિ સંદીપ જેઠવા , દર્શના નયન લાઠીયા . ભૂમિકા ભાવિન ગોહેલ . સુનિધિ ભાવિન ગોહેલ, આરતીબા વિક્રમસિહ પરમાર, અનિલા જૈમિન પટેલ,ઇલા ભાવેશ ધોળકિયા, રીટા સુખદેવ ચૌહાણ, વંદના ધર્મેશ કામાણી, કૃતિ ચિરાગ વસાવડા , મીરા મિલન મોજારિયા , બીના જગદીશ ટાંક , હિના મિત્તેશ ધાનક, વેલેન્‍ટીના વિનોદ ઉમરાણીયા,આલ્‍ફા અજિત છાગ, વૈશાલી પરેશ મચ્‍છલા, ભરતી રાજેન્‍દ્ર ગણાત્રા,દર્શના શાંતિભૂશણ પંડ્‍યા, વિપુલા કેવિન  રામાણી, ભાવના અતુલ સોરઠિયા, પૂર્વી મનીશકુમાર દત્તાની, નેહલ ધીરેન રાધનપરા , ઝરીના અબ્‍દુલ્‍મજિદ ખાફિફ, ચાંદની મહેક ગોંધિયા, કાજલ પરેશ જીવરાજાની, મનીષા નલિન ગણાત્રા, કોમલ રાજેશ પરમાર, રૂપા અરુણ મજીઠિયા, હેતલ અમિત ધકાણ, ડીમ્‍પલ મયુર બારૈયા , માન્‍યતા મનોજ ઓડેદ્રા, વરદા હિમાંશુ બુઅરિયા, રશ્‍મિ હસિત ખોલીયા, ગાર્ગી મહેશ શિગાળા, પ્રીતિ અનંતરાય દવે, ફાલ્‍ગુની તેજસ જોશી.(૪૦.૨૬)

 

ગરબા  ગરબી  રાસ  રાસડાની કલાત્‍મક કૃતિઓ

૧.મા રાંદલનો ઘોડો- લોટા ગરબો (રાંદલની છડી): અમી ગોસાઈ, મમતા પંડ્‍યા

૨.ઘંટારવ ગરબો ( અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા) : સંજીવની ભીડે

૩.સપાખરું છંદ ગરબો (નવરાતે નવખંડા) : ઝલક મિહિર છાયા

૪.કરતાલ - રામસાગર (સૂફી ભક્‍તિ રાસડો) (લેના ફકીરી) : પદ્મશ્રી હેમંત ચૌહાણ

૫.શ્રુંગાર કલાત્‍મક રાસડો (છેલાજી રે.. પાટણથી પટોળાં) : રૂપલબા મામાસરકાર ચુડાસમા

૬.Gen-Z રેપ વલોણાં  મટુકી રાસડો (ભોળી રે ભરવાડણ.. વલોણું ગાજે) : નેહા ભાવેશ સોલંકી

૭.વીંઝણો રાસડો ( કુંજલડી.. આવ્‍યું પારેવડું) : અનુપા નિલય દેસાઈ

૮.પ્રાચીન હેલ રાસડો (હું તો કાગળિયા લખી લખી થાકી): ગીતાબેન પ્રજાપતિ (જુનિયર દિવાળીબેન ભીલ)

૯.માતાજીની જાતર  ડાક ગરબો (મોરા તે ગામથી મોમાઇ આવે): રાજીવ શ્રીમાળી, અમી ગોસાઈ

૧૦.પારંપારિક ગરબા ઉત્‍પત્તિ કથા ગરબો (ત્રિભુવન ડોલી જાય.. માં ના નોરતા) : ગીતાબેન હેમંતભાઈ ચૌહાણ

૧૧.દીવા શક્‍તિ સ્‍વરૂપા ચીરમી ગરબો (હે મા અદ્વુત અજબ) : ડો. ભરત પટેલ , ગાર્ગી વોરા

૧૨.ધન-ધાન્‍ય અન્નપૂર્ણા રાસડો ( રાણી ગોમતી ઓરે દાળ-મગદાળ): નિતાબેન

વસાવડા અને હિનાબેન હિરાણી, હાર્દિક રાઠોડ

૧૩.પનિહારી ગાગર પ્રયોગાત્‍મક રાસડો (સોના ઈંઢોણી.. હાલી હું જમુનાને કાંઠે રે): ગીતાબેન ચેતનભાઈ ચૌહાણ, નિશાબેન ઉપાધ્‍યાય કાપડિયા

૧૪.ટિપ્‍પણી શ્રમ રાસડો ( સાહ્યબો મારો ગુલાબનો છોડ) : મીનાક્ષી વાઢેર

૧૫.રાધા  ક્રુષ્‍ણ દાંડિયા રાસ ( જાદુ ભર્યાને મારા મનડા હર્યા): નેહા ભાવેશ સોલંકી

દુહા  છંદ  કવિત  તોડાઃ રાજીવ શ્રીમાળી, હાર્દિક રાઠોડ

 

‘કંકણ' ગરબા  રાસ કૃતિઓની ૪૫ પ્રકારની નર્તન સજ્‍જા

૧.ઘંટ                    ૨.દેશી બેડાં                   ૩.કાળી મટુકી

૪.દિવાના સુવર્ણ જાગ    ૫.સૂપડું                       ૬.દાંડિયા

૭.કરતાલ                ૮.ખાંડણિયું                    ૯.ધજા

૧૦.રામસાગર            ૧૧.સાંબેલું                    ૧૨.તલવાર

૧૩.ગાગર                ૧૪.પુજા થાળી-અન્ન થાળ     ૧૫.ડાક

૧૬.કોડિયા દીવા         ૧૭.માટીના ગરબા            ૧૮.શંખ

૧૯.નવવાટી દીવી       ૨૦.ચતુરંગી માંડવડી          ૨૧.ખડગ

૨૨.ચીરમી               ૨૩.નાગલાથી સુશોભિત ઘઉં-મગ જવેરા        ૨૪.ધુપેડિયા

૨૫.ટિપ્‍પણી              ૨૬.ફૂલ માંડવડી              ૨૭.માતાજીનો માંડવો

૨૮.માતાજીનાં મઢ મંદિર ૨૯.મંજીરાં                    ૩૦.સોળંગો

૩૧.શક્‍તિ મહોરા         ૩૨.નવરંગી ગરબા           ૩૩.ભવાઇ માંડવી

૩૪.ગજરા ત્રિશુળ         ૩૫.શ્રીફળ કળશ              ૩૬.રાંદલનાં લોટા

૩૭.રૂપલા બાજોઠ        ૩૮.માખણ ગોળી             ૩૯.લીલુડો ઘોડો

૪૦.વીંઝણા              ૪૧.વલોણાં રવાઈ- રવૈયો     ૪૨.લાલ મટકા

૪૩.માતાજીનાં ચમ્‍મર ૪૪.દીવા માંડવડી     ૪૫. ચોપાટ

 

આ જગ્‍યાએથી પાસ વિતરણ

ગરબા પ્રેમીઓએ કંકણના ‘મા' તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે' કાર્યક્રમનાં પ્રવેશ કાર્ડ દશેરા, તા. ૨૦ ઑક્‍ટોબર, ૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦ કલાકથી  શ્રી લાલ બહાદુર શાસ્‍ત્રી વિદ્યાલય, શ્રી જે.જે. કુંડલિયા કોલેજ, શાસ્‍ત્રી મેદાન સામે, લીમડા ચોક, રાજકોટ ખાતેથી શીસ્‍તબદ્ધ રીતે ક્રમશઃ હરોળમાં મેળવી લેવાના રહેશે તેમ કંકણના ટ્રસ્‍ટી શ્રી નિલેશભાઈ ભોજાણીએ જણાવ્‍યું છે. કાર્યક્રમમાં ખ્‍ થી થ્‍ હરોળની બેઠકો આરક્ષિત રહેશે. ત્‍યારબાદ પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. પ્રેક્ષાલયમાં ૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. કાર્યક્રમના નિર્ધારિત સમયથી ૧૫ મિનિટ અગાઉ પોતાનું સ્‍થાન ગ્રહણ કરી લેવાનું રહેશે. કાર્યક્રમ દરમ્‍યાન મોબાઈલ તથા વિડીયો શુટિગની મનાઈ છે તેમ કંકણના ટ્રસ્‍ટીશ્રી આર્કિટેક્‍ટ નિલેષભાઈ ભોજાણીની  યાદીમાં  જણાવાયું છે. સંપર્ક મો.૯૯૨૪૦૯૩૯૩૮.

 

(2:20 PM IST)