<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ભગવતીપરામાં રહેતાં કાંતીભાઇ મુળીયાનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

 

રાજકોટ તા. ૨૧: હૃદય રોગનો હુમલો વધુ એક વખત જીવલેણ સાબીત થયો છે. ભગવતીપરામાં રહેતાં પ્રોૈઢનું હૃદય બેસી જવાથી મૃત્‍યુ થયું છે. જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા શેરી નં. ૩/૧૪ના ખુણે રહેતાં કાંતિભાઇ મગનભાઇ મુળીયા (ઉ.વ.૫૯) રાતે અઢી વાગ્‍યે ઘરે  હતાં ત્‍યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. કાંતિભાઇ પાંચ ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાલ પોતે નિવૃત જીવન જીવતાં હતાં.

(2:25 PM IST)