News of Friday, 25th September 2026
કારીયા પરિવાર દ્વારા ગણપતિ બાપ્પાને ૧૧૧૧ લાડુનો અથર્વશી યજ્ઞ : દાદા વ્હેલા પધારજોના નાદ સાથે વિસર્જન

રાજકોટ : સ્વ. મગનલાલ વિસનજી કારીયા પરિવાર દ્વારા ૨૦૦૧થી શરૂ કરેલ ગણપતિ બાપ્પા સ્થાપન અને યજ્ઞ પરમ્પરાગત રીતે દિનેશભાઇ કારીયા અને પરિવાર દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ગણપતિ બાપ્પાનું સ્થાપન પુજા અર્ચના અને દરરોજ આરતી અને દાદાનો થાળ ભાવભક્તિ પૂર્વક આખો પરિવાર ૧૦ દિવસ સુધી ગણેશોત્સવ ઉત્સવ રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા ૨૫ વર્ષથી દાદાની મુર્તિ માટી, લાકડુ અને સુતરથી બનાવામાં આવે છે. મોટા પાણીનાં પીપમાં ઘરે જ આ મુર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જે માત્ર ૧૨ કલાકમાં જ આખી મુર્તિમાંથી માટી લાકડુ સુતર છુટું પડી જાય છે. આજ પરમ્પરાગત રીતે મુર્તિ વિસર્જન ઘરે થાય છે. અથર્વશી યજ્ઞ ૧૧૧૧ લાડુનો હોમીને હવન કરવામાં આવેલ. આવતા વર્ષે દાદા વહેલા પધારજો આવા ભાવ ભક્તિ સાથે વિસર્જન કરવામાં આવેલ. દિનેશભાઇ કારીયા, વૈશાલી કારીયા, મુન્નાભાઇ કારીયા, ધવલભાઈ કારીયા, મીત કારીયા, અનિકેત કારીયા તથા કારીયા પરિવારે ઉત્સાહપૂર્વક દાદાના હવનનો લાભ પ્રાપ્ત થયો હતો.
(2:42 PM IST)










