<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

જે. કે. ચોકમાં કાશિ વિશ્વનાથ મંદિર બનારસ ઘાટ એ.સી. ડોમમાં ગણેશ મહોત્‍સવનું આયોજન

શિવશકિત યુવા ગળપ અને શિવશકિત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧૭ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મહા રક્‍તદાન કેમ્‍પ :મૂર્તિની પ્રદક્ષિણા કરતા જીવંત સફેદ ઉંદરના અલભ્‍ય દર્શનઃશ્રીનાથજી બાવાની ઝાંખી - કાઠીવાવાડી રંગત - ડાંડીયા રાસ સાંસ્‍કળતિક કાર્યક્રમો

 

રાજકોટઃ શહેરના  હૃદયસમા એવા યુનિવર્સિટી રોડ પર આવેલ જે. કે. ચોક ખાતે શિવશકિત યુવા ગળપ એન્‍ડ શિવશકિત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧૯મા વર્ષ ગણેશ મહોત્‍સવનું સુંદર આયોજન ‘‘જે કે ચોક કા રાજા'' કરવામાં આવેલ છે.

  દર્શનાર્થીઓના ભાવિકનું પ્રતિક એવા ગણેશ મહોત્‍સવમાં દર વર્ષે કંઈક નવુ આપવાની નેમ ધરાવતા આયોજકો દ્વારા આ વર્ષે એ.સી. ડોમમાં કાશિવિશ્વનાથ મંદિર બનારસ ઘાટની થીમ દ્વારા ડોમ બાંધવામાં આવ્‍યો છે.

 ગણપતિ મહોત્‍સવના ૧૧ દિવસ દરમ્‍યાન રોજ સવારે ૭  વાગે અને સાંજે ૫ થી રાત્રીના ૧૨ અને રાત્રે ૮  કલાકે મહા આરતી કરવામાં આવશે. રોજ સવારે ૭ થી ૧ કલાક સુધી દેવાધિદેવ ગણેશજીના દર્શન દિવસ દરમિયાન બહારગામથી તેમજ ખુલ્લા રાખવામાં આવે છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ દર્શનનો લાભ લે છે.

રાત્રીના સમયે ૮ કલાકે મહાઆરતી પણ આકર્ષણનું કેન્‍દ્ર બનીરહેશે, છેલ્લા ૧૮ વર્ષથી આ ગણેશ મહોત્‍સવનું આયોજન શિવશકિત યુવા ગળપ અને શિવશકિત એજયુકેન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ગણપતિજીની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતા સફેદ જીવંત ઉદરોનો નજારો જોવા રાત્રીના સમયે ભાવિકોની ભીડ જામતી હોવાનું જણાવાયું છે.

દેશના   વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો તા. ૧૭ના રોજ જન્‍મ દિવસ નિમિતે રકતદાન કેમ્‍પનું  આયોજન   ૬ થી રાત્રી ૧૨ વાગ્‍યા સુધી કરવામાં આવેલ છે. 

 દરરોજ રાત્રીના ૯ કલાકે સાંસ્‍કળતિક કાર્યક્રમો  જેમાં શ્રીનાથજી બાવાની ઝાંખી, કાઠીયાવાડી રંગત, ડાન્‍સ કોમ્‍પીટીશન (બાળકો માટે) ડાંડીયા રાસ (બહેનો માટે) કરાઓકે નાઈટ, સત્‍યનારાયણ ભગવાનની કથા, અને છેલ્લા દિવસે લકકી ઈનામી ડ્રો નું આયોજન કરવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આયોજકો કુલદિપસિંહ જાડેજા, બલરાજસિંહ રાણા,  ડો. હિરેન બોધરા, જે.કે. જાડેજા અને દેવાભાઇ ગજેરા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:01 PM IST)