<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા રાજકોટના ચારેય ઝોનમાં આઠમા નોરતે મહાઅષ્ટમીની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી

મા ખોડલ સહિત સાતેય બહેનોની પધરામણીથી સર્જાયો અલૌકિક માહોલ

રાજકોટ : ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં આયોજિત ચારેય ઝોનના નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે આઠમની વિશેષ અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે દીકરીઓએ મા ખોડલ સહિત સાતેય બહેનોનું દિવ્‍ય સ્‍વરૂપ ધારણ કર્યું હતું અને ગરબા ગ્રાઉન્‍ડ પર માતાજીની રંગેચંગે પધરામણી કરાવવામાં આવી હતી. આઠમા નોરતે દીકરીઓએ મા ખોડલ સહિત સાતેય બહેનોનું સ્‍વરૂપ ધારણ કરીને ગરબા ગ્રાઉન્‍ડ પર પ્રવેશ કર્યો હતો. શણગારેલી કાર તેમજ રેડ કાર્પેટ પર ત્રિશૂળ સાથે પધારેલી દીકરીઓનું મનોહર સ્‍વરૂપ સૌ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. ગરબા ગ્રાઉન્‍ડ પર માતાજીની પધરામણી દરમિયાન અદ્દભુત આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ઝળહળી ઉઠ્‍યું હતું. નવરાત્રિના આઠમા નોરતે ચારેય ઝોનના વિશાળ ગ્રાઉન્‍ડ પર હજારોની સંખ્‍યામાં ખેલૈયાઓ અને ખીચોખીચ જનમેદની ઉપસ્‍થિત રહી હતી. હજારો ખેલૈયાઓએ પોતાના મોબાઈલની ફ્‌લેશલાઈટ ચાલુ કરીને સમગ્ર ગ્રાઉન્‍ડને રોશનીથી ઝળહળતું કરી દીધું હતું. ભવ્‍ય સ્‍ટેજ પર મા ખોડલ સહિત સાતેય બહેનોના સ્‍વરૂપમાં પધારેલી દીકરીઓનું વિશેષ પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી

 

(3:06 PM IST)