News of Thursday, 14th May 2026
અંતાણી પરિવારનું ગૌરવ વધારતાં ખ્વાબ અંતાણીઃ રાષ્ટ્રીય કક્ષાએ ૧૫ જેટલાં સ્કેટીંગમાં મેડલો જીત્યા

રાજકોટ ,તા.૧૪: ગુજરાત બેંકો વર્કર્સ યુનિયનના ચેરમેન કિરીટભાઈ અંતાણીના પૌત્ર અને રચિત કિરીટભાઈ અંતાણીના સુપુત્ર ચિ.ખ્વાબ અંતાણીએ અભ્યાસની સાથે સાથે સ્કેટીંગમાં પણ નેશનલ લેવલે પોતાની આગવી ઓળખ ઉભી કરી પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યુ છે.
ચિ.ખ્વાબ અંતાણીએ અત્યાર સુધીમાં અન્ડર ૧૭માં ૫ થી ૬ નેશનલ ટુર્નામેન્ટમાં ૧૫ જેટલા મેડલ જીતી અભ્યાસની સાથે સાથે સ્કેટીંગમાં પણ પોતાનું કૌવત દાખવી ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. અમદાવાદની તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ખ્વાબ અંતાણી અભ્યાસમાં પણ નંબર વન છે. તે જણાવે છે કે અભ્યાસમાં પણ મારે ઉચ્ચ કારકીર્દી પ્રાપ્ત કરી ભવિષ્યમાં યુપીએસસી પાસ કરી આઈપીએસ થવું છે.
તેની આ સફળ કારકીર્દી પાછળ તેમના માતા પિતા અને દાદાનું અનેરું પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે
(2:25 PM IST)










