News of Wednesday, 18th November 2026
પેરોલ પર છુટી ફરાર થયેલો અપહરણ-પોક્સોનો આરોપી અજય ઉર્ફે ભુરો જુનાગઢથી ઝડપાયો
થોરાળા પોલીસના દારૂના બે ગુનામાં ફરાર વિજયને પણ પકડી લેવાયોઃ પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ પી. એન. પઢીયાર તથા પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૮: જુનાગઢના સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનના અપહરણ, દુષ્કર્મ પોક્સોના ગુનામાં સજા પામેલો શખ્સ રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટીને ભાગી ગયો હોઇ તેને પેરોલ ફરલો સ્ક્વોડે જુનાગઢથી ઝડપી લીધો છે. તેમજ થોરાળા પોલીસના દારૂના બે ગુનામાં ફરાર શખ્સને રાજકોટથી પકડી લીધો છે.
જાણવા મળ્યા મુજબ જુનાગઢના અપહરણ પોક્સોના ગુનામાં પકડાયેલો જુનાગઢ ભવનાથ તળેટી હાલ વડાલ ફાટક વથલી રોડ પર ઝુપડામાં રહેતાં અજય ઉર્ફે હર્ષદ ઉર્ફે ભુરો હરસુખભાઇ સોલંકી (ઉ.વ.૩૧) રાજકોટ જેલમાં હોઇ પેરોલ પર છુટયા બાદ રજા પુરી થવા છતાં હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો. આ શખ્સ જુનાગઢ વંથલી રોડ પર ફાટક પાસે ઝૂપડામાં હોવાની બાતમી પરથી તેને ઝડપી લઇ જેલ ખાતે સોંપાયો છે.
બીજી કામગીરીમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના બે ગુનામાં રામનાથપરા ભવાનીનગર-૧માં માટેલ પાન સામે રહેતો વિજય ઉર્ફે બાલી માધુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૨) ફરાર હોઇ તે રાજકોટમાં આવ્યાની બાતમી પરથી પકડી લઇ થોરાળા પોલીસને સોંપાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચનાથી પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, જયેશભાઇ ચોસલા, રણછોડભાઇ આલ, શિવભદ્રસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, યોગેશભાઇ આદ્રોજા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(3:57 PM IST)










