News of Friday, 22nd May 2026
દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર ગોંડલના કિશન ઉર્ફે કાનાને આજીડેમ પોલીસે પકડી લીધો
પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ગોહિલ અને ટીમની કામગીરીઃ પિયુષભાઇ, ગોપાલભાઇની બાતમી

રાજકોટ તા. ૨૨: અલગ અલગ ગુનામાં ફરાર હોય તેવા શખ્સોને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત આજીડેમ પોલીસે દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર કિશન ઉર્ફે કાનો વજુભાઇ ગોરીયા (ઉ.વ.૩૧-રહે. બજરંગ મેડીકલવાળી શેરી, ધર્મભક્તિ સોસાયટી-૨ ગોંડલ)ને પકડી લીધો છે.
આજીડેમ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં દારૂનો ગુનો નોંધાયો તેમાં ગોંડલના કિશન ઉર્ફે કાનાનું નામ ખુલતાં તે બે વર્ષથી સતત ફરાર હતો. દરમિયાન ડી. સ્ટાફના હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, ગોપાલભાઇ બોળીયાની બાતમી પરથી તેને પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, આકાશભાઇ સોલંકી, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીયાળ, મનિષભાઇ શીરોડીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી
(3:46 PM IST)










