તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
ઋષભદેવ સંઘ તથા સંભવનાથ સંઘમાં વીર શ્રાવક-શ્રાવીકા જ્ઞાન શિબિર
ગોંડલ સંપ્રદાયના પૂ. રાજેશમુનિજી મ.સા. તથા સુશિષ્ય-સુશિષ્યાની નિશ્રામાં આયોજન : તા.૧ર થી ૧૬ દરમિયાન યોજાનાર કેમ્પમાં ૧૦ થી ૪૦ વર્ષના ભાઇઓ-બહેનો જોડાઇ શકશેઃ રહેવા-જમવાની વ્યવસ્થા

રાજકોટઃ અનંત-અનંત ઉપકારી ચરમ તીર્થંકર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની અનંતી કળપાથી ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના આગમ અર્કદર્શક ચારિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબ તથા પૂજ્યશ્રીનાં સુશિષ્ય અને સુશિષ્યા ભગવંતોના ચાતુર્માસનો લાભ રાજકોટના વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થઈ રહેલ છે.
શ્રી ગોંડલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતી, રાજકોટ દ્વારા વેકેશનનો સદ્ઉપયોગ થાય તેમજ કિશોરો-યુવાનો જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવી આદર્શ શ્રાવક-શ્રાવિકારત્નો બને તથા જીવન સાર્થક બનાવે તેવા હેતુસર દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં તાલીમ કેમ્પ (શિબિર)નું આયોજન પૂજ્ય રાજગુરુભગવંત તથા પૂજ્યશ્રીના સુશિષ્ય-સુશિષ્યા ભગવંતોની શુભ નિશ્રામાં થાય છે. ઉપરાંત પારિવારિક શિબિરો, યુવા શિબિરોનું આયોજન પણ શ્રીસંઘોમાં નિયમિતરૂપે કરવામાં આવે છે.
૧૦ થી ૪૦ વર્ષના ભાઇઓ- માટે વીર શ્રાવક તાલીમ કેમ્પનું આયોજન શ્રી ઋષભદેવ સંઘમાં ૧, તિરૂપતિ નગર, કેન્સર હોસ્પિટલ સામે, નિર્મલા રોડ, અને ૧૦ થી ૪૦ વર્ષના બહેનો માટે વીર શ્રાવિકા તાલીમ કેમ્પનું આયોજન શ્રી સંભવનાથ સંઘ-૧, ૨-નંદનવન પાર્ક, ચંદન પાર્ક મેઈન રોડથી પેરેડાઈઝ હોલ સામેના રોડમાં અથવા સાધુ વાસવાણી રોડથી ગોલ્ડન સુપર માર્કેટ પાસેનો રોડ, માં તા.૧૨ નવેમ્બર ગુરુવારથી સોમવાર દરમ્યાન આયોજન કરવામાં છે. ભાઈઓની શિબિર પૂજ્ય ગુરુભગવંત આદિ ભગવંતોની શુભ નિશ્રામાં અને બહેનોની શિબિર પૂજ્ય ગુરુભગવંતના આજ્ઞાનુવર્તી પરમ પૂજ્ય ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઇ મહાસતીજીના શિષ્યરત્નાઓ બા.બ્ર. પૂજ્યશ્રી ઋજુતાજી મહાસતીજી આદિ ભગવંતોની શુભ નિશ્રામાં છે. કેમ્પમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. આ તાલીમ કેમ્પમાં ભાગ લેવા તથા વધુ માહિતી મેળવવા ભાઈઓએ મો. ૯૬૨૪૩ ૧૮૮૧૭,૭૦૧૬૬ ૬૨૫૯૨ તથા બહેનોએ મો. ૯૪૨૭૨ ૨૩૩૬૦ ૯૪૦૯૭ ૫૯૮૬૮ ઉપર સંપર્ક કરવા શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ--રાજકોટના સહપ્રમુખ પરેશભાઈ પટેલે (મો. ૯૪૨૬૭ ૧૨૨૮૯) જણાવેલ છે.
(2:20 PM IST)










