તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 23rd November 2026
રાણપુરમાં કન્સ્ટ્રકશન સાઇટના ડોમ પરથી પટકાતાં મજૂરનું મોત
મુળ કોલકત્તાનો ૨૩ વર્ષનો મીરહોશેન શેખ દસેક મીટર ઉંચાઇથી પટકાયોઃ રાજકોટમાં સારવારમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૩: કુવાડવા તાબેના રાણપુર ગામે કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતી વખતે દસેક મિટરની ઉંચાઇ પરથી અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં મુળ પヘમિ બંગાળના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ નવાગામ રાણપુરમાં એમઆરએફ ગોડાઉન પાછળ નટવર નિકુંજ હવેલી પાસે બ્લુ એન્જિનીયરીંગ કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગત રાતે નવેક વાગ્યે મુળ બંગાળ કોલકત્તાનો મીરહોશેન નોૈશાદઅલી શેખ (ઉ.વ.૨૩) કન્સ્ટ્રકશન ડોમ ઉપર કામ કરતો હતો ત્યારે અકસ્માતે દસેક મિટર ઉંચાઇ પરથી પટકાતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
મીરહોશેનને બંને પગ, માથામાં પાછળના ભાગે તેમજ પેટના ભાગે ઇજાઓ થઇ હતી. પ્રથમ કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા બાદ રાજકોટ દાખલ કરાયો હતો. પરંતુ જીવ બચ્યો નહોતો. તે મુળ કોલકત્તાનો વતની હતોય બે ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પીએસઆઇ એસ. એમ. સૈયદએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:59 PM IST)










