News of Thursday, 16th July 2026
લાપાસરીમાં ‘તને બહુ હવા છે'કહી રવિને ગાળો દઇ લાફા મારી પતાવી દેવાની ધમકી
અગાઉ સાથે મજુરી કરતાં ત્યારે થયેલી માથાકુટનો ખાર રાખી ડખ્ખો કર્યો કુટુંબી ભત્રીજા કરણ અને તેના કાકા અશોકભાઇ બાબરીયા વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૧૬: લાપાસરી ગામે રહેતાં યુવાનને તે ગામમાં મંદિર નજીક બેઠો હતો ત્યારે કુટુંબી ભત્રીજા અને તેના કાકાએ આવી અગાઉની માથાકુટનો ખાર રાખી તને બહુ હવા છે કાં તેમ કહી ગાળો દઇ ઝાપટો મારી તેમજ પથ્થર ઉપાડી મારી નાંખવાની ધમકી આપતાં બંને વિરૂધ્ધ ફયિરાદ નોંધાવી છે. આ બનાવમાં લાપાસરી ગામે રહેતાં રવિભાઇ મોહનભાઇ બાબરીયા (ઉ.વ.૩૦) નામના યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે લાપાસરીમાં જ રહેતાં તેના કુટુંબી ભત્રીજા કરણ મુકેશભાઇ બાબરીયા અને કરણના કાકા અશોકભાઇ નારણભાઇ બાબરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રવિભાઇ માતા-પિતા સાથે રહે છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. રવિભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૩મીએ હું અમારા ગામના હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલા પૂલ પાસે નરેશભાઇ મુકેશભાઇ બારીયા, મોહિત અશોકભાઇ બાબરીયા સાથે બેઠો હતો. આ વખતે મારા કોૈટુંબીક ભત્રીજા કરણ મુકેશભાઇ બાબરીયા તથા તેના કાકા અશોકભાઇ બાબરીયા બંને આવ્યા હતાં. અમે અગાઉ સાથે મજૂરી કામ કરતાં હતાં ત્યારે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી ફરીથી આ બંનેએ માથાકુટ કરી હતી.
કરણે મારી પાસે આવી-તને બહુ હવા છે કાં? તેમ કહી ગાળો દેતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો. બાદમાં કરણ અને તેના કાકા અશોકભાઇએ મળી મારામારી કરી હતી. કરણે પથ્થર ઉપાડી-આજે તો તને મારી જ નાંખવો છે કહી ધમકી આપી હતી. એ દરમિયાન અશોકભાઇએ મને બે ત્રણ ઝાપટ મારી દીધી હતી. મને વધુ મારનો ડર લાગતાં હું ભાગી ગયોછ હતો. આ પછી માતા-પિતાને બનાવની જાણ કરી પહેલા અરજી કરી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં રવિભાઇએ કહેતાં હેડકોન્સ. હેમતભાઇ ધરજીયા અને જયપાલભાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










