<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ચાલો ભાટીયા બોર્ડીંગમાં... સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ

શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંત શિરોમણી શ્રી જલારામ બાપાના જન્‍મોત્‍સવનું જાજરમાન આયોજન

રાજકોટ : શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્‍મ જયંતી ભાવભેર ઉજવવા ભાટીયા બોર્ડીંગના મેદાનમાં દમદાર આયોજન કરાયુ છે. શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ૨૭ વર્ષથી ઉજવણી થઇ રહી છે. આ વર્ષે પણ ભાવિક ભકતો માટે આજે તા. ૧૬ના સોમવારે સાંજે  ૬.૩૦ વાગ્‍યે મહાઆરતી બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પ્રસાદમાં મીઠી બુંદી, ગાંઠીયા, રોટલી, રોટલા, ખીચડી, કઢી, બટેટાનું શાક, સંભારો, છાસ, પાણી સાથે જલારામ બાપાના ભકિત સંગીતની રમઝટ બોલાવાશે. આશરે ૧૫૦૦૦થી વધુ ભકતો મહાપ્રસાદ ગ્રહણ કરશે. આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના સર્વ શ્રી જગદીશભાઈ ભોજાણી, ભરતભાઈ કોટક, હેમુભાઈ પરમાર, રાકેશભાઈ પોપટ, મનોજભાઈ લાલ, પરાગ કોટક, અશ્વિન બુદ્ધદેવ, કાનાભાઈ માણેક, તેજાભાઈ સાકરીયાના નેજા હેઠળ કાર્યકર્તાઓની ટીમમાં જનુકાકા, પ્રફુલ કારીયા, શરદ કારીયા, રસીક વાંજા, જય કોટેચા, કૃણાલ પરમાર, હાર્દિક પરમાર, જે. કે. પોપટ, હર્ષદભાઈ કોટક, ગોરધનભાઈ કોટક (મંત્રી), રીતેશભાઈ, શૈલેષભાઈ, લાલાભાઈ, ગોપીમંડળ, સંજયભાઈ દવે, ધનેષ જીવરાજાણી, અજય મજેઠીયા, તેજસ પારેખ, રવિલાલ, પલાભાઈ, રાજેશ કારીયા, સુરેશભાઈ રાઠોડ, વૈભવ, મનીષ રાણા, વિનય મરાઠી, તુષાર ચંદારાણા, મહિલા મોરચો (વોર્ડ નં.૩), હર્ષ સાવંત, નિલેષ બુંદેલા, સચિન પંડયા, બોલબાલા ટ્રસ્‍ટ, રાજુભાઈ લાબેલા, નીખીલ પાંધી, પીન્‍ટુ માણેક વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગ માટે દાતાઓ સર્વશ્રી અમીચંદભાઈ હીંગવારા, હસુભાઈ મહાલક્ષ્મી ગરમ મસાલાવાળા, અશોકભાઈ ભુપતાણી, ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઈ સાકરીયા, બાબુભાઈ વૈષ્‍ણવ (સદ્દગુરૂ ડેરી), અનિલભાઈ કોટક, પ્રભુદાસ રાજવીર, કિશોરભાઈ કોટક, રાજુભાઈ પોબારૂ, નયન ગાંગાણી, નીરવ વસાણી, જીજ્ઞેશ સોઢા, પ્રકાશ રાજા, હસુભાઈ રાચ્‍છ, ગુલાબરાય મજીઠીયા, વર્ષાબેન કક્કડ, જતીન જલારામ પ્રેસ, જયેશભાઈ રાજુભાઈ દરીયાનાણી), ભરતમામા, મયુર રાજદેવ, સચીનભાઈ ઠક્કર, પ્રફુલાબેન અમલાણી, હસુભાઈ દલાલ, અલ્‍પેશ, ચંદ્રકાંતભાઈ, મગારામ, રમેશભાઈ, જીતુભાઈ પાંધી, કેતન રાજા, દાદાજી ડ્રાયફ્રુટ, જલારામ બેકરી, હરેશ દાવડાનો સાથ મળતો રહ્યો છે. સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ સર્વ શ્રી પન્‍નાલાલભાઈ ઉદેશી, ધીરેન્‍દ્રભાઈ સંપટ, ચંદ્રેશભાઈ આશર, નીલેશભાઈ આશર, પરેશભાઈ આશર અને ભરતભાઈ આશર તથા ટ્રસ્‍ટી મંડળ સેવા આપે છે. તસ્‍વીરમાં ભાટીયા બોર્ડીંગ મેદાન જંકશન પ્‍લોટ ખાતે મહાપ્રસાદ માટે ચાલી રહેલ તૈયારી નિહાળી શકાય છે.

(3:35 PM IST)