News of Monday, 2nd November 2026
રાજકોટમાં પ્રથમ વખત LGનું ૧૧૫ ઇંચનું મહાકાય ટીવી લોન્ચ
કિરણ ટેલીવીઝન ખાતે LG QNED evo AI Mini LED TVનું ભવ્ય લોન્ચિંગઃવિશાળ સ્ક્રીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ઘરઆંગણે સિનેમાનો અનુભવ મળશેઃરાજુભાઇ પટેલ

રાજકોટઃ રાજકોટના ટીવી માર્કેટમાં પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. LG Electronics દ્વારા રાજકોટમાં પ્રથમ વખત વિશાળ ૧૧૫ ઇંચના LG QNED evo AI Mini LED ટીવીનું ભવ્ય લોન્ચિંગ સ્પીડવેલ ચોક ખાતે આવેલી અગ્રણી રિટેલ આઉટલેટ કિરણ ટેલિવિઝન ખાતે કરવામાં આવ્યું હતું. શ્રી રાજુભાઈ પટેલ તથા LG ની ટીમના હસ્તે આ વિશાળ ટીવીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો, વ્યવસાયિક ભાગીદારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ૧૧૫ ઇંચનું વિશાળ ટીવી લોન્ચિંગ પ્રસંગે ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અત્યાધુનિક મિની એલઇડી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પિક્ચર પ્રોસેસિંગ અને પ્રીમિયમ ડિસ્પ્લે જેવી વિશેષતાઓ ધરાવતું આ ટીવી દર્શકોને વિશાળ સ્ક્રીન પર વધુ સ્પષ્ટ અને જીવંત ચિત્રોનો અનુભવ કરાવશે. સાથે જ દ્યરમાં જ સિનેમા જેવો મનોરંજનનો અનુભવ મેળવી શકાશે.
કાર્યક્રમમાં કિરણ ટેલીવીઝનના માલિક રાજુભાઇ પટેલ બ્રાન્ચ મેનેજર નિશાંત સાંગાણી, એરિયા મેનેજર આનંદ ભટ્ટ, રિજનલ મેનેજર નિખિલ સુતરિયા તથા બ્રાન્ચ માર્કેટિંગ મેનેજર હિતલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. LGના અધિકારીઓએ મહેમાનોને કંપનીની નવીનતમ ડિસ્પ્લે ટેક્નોલોજી, AI આધારિત ફીચર્સ અને પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટના ભવિષ્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કિરણ ટેલિવિઝનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે LG હંમેશાં નવીન ટેક્નોલોજી અને પ્રીમિયમ ગુણવત્તા સાથે ગ્રાહકોને શ્રેષ્ઠ મનોરંજનનો અનુભવ આપવા પ્રતિબદ્ધ રહ્યું છે. ૧૧૫ ઇંચનું આ વિશાળ ટીવી રાજકોટના ગ્રાહકો માટે એક અનોખી અને આકર્ષક પસંદગી સાબિત થશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ગ્રાહકો અને વ્યવસાયિક સહયોગીઓએ ટીવીની અત્યાધુનિક ટેક્નોલોજી, વિશાળ સ્ક્રીન અને પ્રીમિયમ ડિઝાઇનની પ્રશંસા કરી હતી.
આ મહાકાય ટીવી નિહાળવા કિરણ ટેલીવીઝન જી-૩/પ તુલસી ઇમ્૫િરીયા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, અંબિકા ટાઉનશીપ, મોટામવા, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે. (તસ્વીર અભિજીત બગથરીયા) (૩પ-૧૭)
(3:28 PM IST)










