<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

વીજળીના કડાકા, ભડાકા સાથે વાદળ ફાટયા જેવું વાતાવરણ, વન વર્લ્‍ડવાસીઓને સિદ્ધિ વિનાયકના ભક્‍તિ રંગે રંગતા અટકાવી ન શકયું

સામુહિક હનુમાન ચાલીસા સંપન્નઃ બાળકો જ્ઞાન સાથે ગમ્‍મત કાર્યક્રમઃ આજે શ્રી નાથજી ઝાંખીઃ ગજાનંદ નગરી જેવો માહોલ, રાજભા જાડેજા ટીમનું ભક્‍તિસભર અદભુત આયોજન

 

 

રાજકોટઃ અત્રેના ૧૫૦ રિંગરોડ, આયોધ્‍યા ચોક પહેલા નાના ગામ જેવી વસ્‍તી વાળા ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માંની ગોકુલ ધામથી પ્રેરણા  મેળવી તમામ ઘર્મના તહેવારો જ્‍યાં નાતના ભેદ વગર ઉજવાય છે, આ પરંપરા મુજ્‍બ ગણપતિ મહોત્‍સવ પણ પ્રાચીન પરંપરા અને ધર્મ, સંસ્‍કળતિના સંગમ જેવું અદભુત આયોજ્‍ન થયેલ છે, જે માટે વિશેષ ટીમ સક્રિય બની છે, જે આ મુજ્‍બ છે.

રાજભા જાડેજા, સુરેસભાઈ ગાદેશા, ભરતભાઈ નંદાણી, લલિતભાઈ બંસલ, સંદિપભાઈ રાઠોડ, જયેશભાઈ ઉનડકટ, ચિરાગભાઈ શાહ, પ્રતિકભાઈ શાહ, મદનસિંહ સિસોદિયા, હિરેનભાઈ શાહ, મૌલિકભાઈ ટોલિયા, પ્રસાંતભાઈ તન્ના, તુષાર કોટેચા, સંકેતભાઈ શાહ, કલ્‍પેશભાઈ શિંગાળા, મુકેશભાઈ વિઠ્ઠલાણી, આનંદભાઈ દક્ષિણી, તેમજ સોસાયટીના કમિટીના સભ્‍યો દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી રહી છે

(11:05 AM IST)