<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

રાજકોટના ઢાંઢણી ગામે ગ્રામ પંચાયતની ઓફિસના તાળા તોડી કોમ્‍પ્‍યુટર, સીપીયુ, કી બોર્ડ સહિતની ચોરી

સરપંચ જીણીબેન મેરએ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ

રાજકોટઃ તસ્‍કરોએ રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે ગ્રામ પંચાયતની ઓફિસમાં હાથફેરો કરી લીધો છે. આ બનાવમાં ઢાંઢણી ગામના સરપંચ જીણીબેન છગનભાઇ મેર (ઉ.વ.૬૮)એ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

તા. ૧/૯ના બાર વાગ્‍યાથી તા. ૫/૯ના સવારના સાડા આઠ સુધીમાં તસ્‍કરોએ ગ્રામ પંચાયતની ઓફિસના તાળા તોડી કોમ્‍પ્‍યુટરનો સામન જેમાં મોનીટર, સીપીયુ, પ્રિન્‍ટર, કી બોર્ડ, માઉસ, કોમ્‍પ્‍યુટર પાવરની બેટરી, વાયરીંગ સહિત મળી રૂા. ૧૪૯૦૦ની માલમત્તા ચોરી લીધી હતી. આ બનાવ અંગે પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:12 PM IST)