News of Thursday, 9th July 2026
રાજકોટમાં અષાઢીબીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે : નગરજનો રથ ખેંચશે
ર૬ કિ.મી.ની આ રથયાત્રામાં આ વખતે રાસમંડળ, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા મહાકાળી માતાજી આકર્ષણ જમાવશે : માંધાતાસિંહ જાડેજા પહીંદવિધી કરશે : શનિવારે જાજરમાન મામેરા વિધી : જય જગન્નાથ...ના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ થશે

રાજકોટ : શહેરમાં છેલ્લા ૧૯ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા. ૧૬ ગુરૂવારે સવારે ૮ વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થશે. રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.
રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા મહાકાળી માતાજી આકર્ષણનું કેન્દ્ર બનશે. જે રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે. રથયાત્રા સવારે ૮ વાગે નિજ મંદિરેથી નીકળી ૨૬ કિ.મિ. રૂટ ઉપર ફરી સાંજે ૭ વાગે મંદિરે પરત ફરશે. આ વખતના મામેરાના યજમાન દિપકભાઈ જયંતીલાલ દવે છે તા.૧૧ શનિવારના રોજ જાજરમાન મામેરા વિધી કરવામાં આવશે. ભગવાનની ભાતીગળ પાઘડી, આભુષણો અને મખમલી વાઘા વષા આકર્ષણનું કેન્દ્ર બનશે.
ધ્વજારોહણના યજમાન વરવાભાઈ રાજાભાઈ ટારીયા રહેશે તેમજ વિશિષ્ટ પુજનના યજમાન કરણસિંહ મનોહરસિંહ જાડેજા, રામદેવસિંહ રણજીતસિંહ જાડેજા અને વિજયભાઈસિંહ ગર્ગ રહેશે. વાઘાવષાના યજમાન બાબુભાઈ સાંગાણી, ખુશાલભાઈ સાંગાણી, નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથની પ્રતિષ્ઠા પૂજનના યજમાન ઉદયભાઈ લોહાર, નેત્રવિધી પુજનના યજમાન ઈશ્વરચંદ્ર શર્મા, કૌષિકભાઇ સરધારા, બ્રિજેશ પાંડેજી, આનંદસિંહ ઠાકોર, ઓમપ્રકાશસિંહ રામાધીનસિંહ રહેશે છપ્પનભોગ ધરવામાં આવશે. જેના યજમાન અભયભાઈ ભારદ્વાજ અને નીતીનભાઈ ભારદ્વાજ પરીવાર, તા. ૧૬ ગુરૂવારે સાંજે ૭ વાગ્યે સાધુ-સંત ભંડારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના યજમાન જયરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (પ્રદ્યુમન ગ્રુપ નાનામૌવા) મંદિર સુશોભનના યજમાન પ્રદિપસિંહ જાડેજા આશીર્વાદ મંડપ સર્વિસ નાનામૌવા, ફૂલહાર સુશોભનના યજમાન સ્વ.મઘીબેન નોંધાભાઈ જુંજા (હ. કરણ રાજુભાઈ જુંજા), બાલકદાસ બંસીદાસ દેવમુરારી, અને આશિષ ગુરૂજી રહેશે. રથ પૂજનના યજમાન પ્રવિણસિંહ બાપુભા જાડેજા અને ઘનશ્યામભાઇ હેરભા(કોર્પોરેટર) બાલભોગના યજમાન વિજયભાઈ વસોયા, રસિકભાઈ રામજીભાઈ ગોરસીયા, સાધુ-સંતોના વષાદાનના યજમાન જયરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા પ્રદ્યુમન ગ્રુપ નાનામવા, લાઈટ ડેકોરેશનના યજમાન જય જગન્નાથ લાઈટ ડેકોરેશન વગેરે છે.
તા. ૧૬/૭/૨૦૨૬ ગુરૂવારે સવારે ૬ વાગે ભગવાનના આંખેથી પાટા છોડવામાં આવશે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મહાઆરતી યોજાશે, ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે ત્રણેય મૂર્તિને રથમાં પધરાવવામાં આવશે. મહાનુભાવોના અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું પ્રસ્થાન થશે. રથયાત્રા નિજ મંદિરેથી સવારે ૮:૩૦ વાગ્યે પ્રારંભ થશે જે મોકાજી સર્કલ, વળંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, સદરબજાર, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઇન રોડ, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક, નાનામૌવા ચોકડી, નિજ મંદિર યાત્રા પૂર્ણ થશે.
૨૬ કીમીના રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બપોરે ૧ વાગ્યે શ્રી માંધાતાસિંહના પેલેસમાં ભકતજનો પ્રસાદ લઇ વિરામ કરશે. રથયાત્રામાં વળંદાવનની રાસમંડળી, ઉજજૈનનું અઘોરી ગળપ અને બાહુબલી હનુમાનજી નગરજનોને મનોરંજન પીરસશે. સ્થયાત્રામાં સૌથી આગળ ડીજે, ત્યારબાદ રાસમંડળીઓ, મુખ્ય ત્રણ રથ જેમા ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજશે. ત્યારબાદ મગના પ્રસાદનો રથ, ત્યારબાદ સુશોભીત ફલોટસ સાથેના વાહનો જોડાશે. તેમ જગન્નાથ મંદિરના મહંત ૧૦૦૮ મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.
(2:12 PM IST)










