તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
પ્રેમ લગ્ન સામે વાંધો નથી, પણ દીકરીઓએ માતા-પિતાની પરમિશન વગર કંઈ જ ન કરવું જોઈએઃ નરેશભાઇ
પ્રેમ એ પાપ નથી, પટેલની દીકરી પટેલમાં જ પરણે તેવું હું બિલકુલ વિચારતો નથી

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ પટેલે વર્તમાન સમયમાં યુવા પેઢી, પ્રેમ અને લગ્ન વ્યવસ્થાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સમાજને નવી દિશા આપતું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનું આ નિવેદન ભારે વાયરલ થઈ છે. નરેશભાઈ પટેલે આજના આધુનિક યુગમાં બદલાતા સામાજિક પ્રવાહોને સ્વીકારવાની સાથે કૌટુંબિક મૂલ્યો જાળવી રાખવા પર વિશેષ ભાર મૂક્યો છે.
નરેશભાઈ પટેલે ન્યુઝ કેપીટલ ગુજરાત ટીવી ચેનલના ઋષી દવે સાથેની વાતમાં જણાવ્યું હતું કે, "પ્રેમ કરવો એ કોઈ પાપ નથી. હું રૂઢિચુસ્ત વિચારોમાં માનતો નથી અને એવું બિલકુલ નથી વિચારતો કે પટેલની દીકરીએ માત્ર પટેલ જ્ઞાતિમાં જ લગ્ન કરવા જોઈએ." તેમના આ આધુનિક અને ઉદારવાદી અભિગમને યુવા વર્ગ દ્વારા આવકારવામાં આવી રહ્યોજ્ઞાતિવાદના આગ્રહથી ઉપર ઊઠીને તેમણે યુવાનોની લાગણીઓને વાચા આપી હોવાનું મનાઇ રહ્યું છે.
જો કે, જ્ઞાતિના બંધનોથી મુક્ત થવાની છૂટ આપવાની સાથે જ તેમણે દીકરીઓને એક પિતાતુલ્ય અને વડીલ તરીકેની ખૂબ જ ગંભીર સલાહ પણ આપી છે. નરેશભાઈ પટેલે ટકોર કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "પ્રેમ લગ્ન ભલે કરો, પરંતુ દીકરીઓએ પોતાના માતા-પિતાની મંજુરી વગર જીવનમાં કોઈ જ મોટો નિર્ણય ન લેવો જોઈએ અને આવું કોઈ પગલું ન ભરવું જોઈએ." તેમણે ઉમેર્યું કે જે માતા-પિતાએ દીકરીને નાનપણથી ઉછેરીને મોટી કરી હોય, તેમના આશીર્વાદ અને સંમતિ લગ્ન જેવા મહત્વના નિર્ણયમાં હોવા જ જોઈએ.
(1:29 PM IST)










