<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

શ્રી સુર્યમુખી હનુમાનજી મંદિરે કાલે મહાઆરતી, ગુરૂપૂજન

રાજકોટઃ પવિત્ર ગુરુપૂર્ણિમાના મહાપર્વ નિમિત્તે તા.૨૯, બુધવારે ધાર્મિક ઉત્‍સવનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શુભ ચોઘડિયે પૂજનીય ગુરૂદેવનું શાષોક્‍ત ગુરૂપૂજન યોજાશે, ત્‍યારબાદ સાંજે ૦૭ કલાકે દિવ્‍ય મહાઆરતી, ૦૭:૩૦ કલાકે કંઠી ધારણ કરવાનો પવિત્ર વિધિ તથા ભક્‍તજનો માટે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે.

ગુરુદેવના દર્શન, કંઠી ધારણ તથા મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે. સ્‍થળઃ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર, ગોંડલ રોડ, વિજય પ્‍લોટ ૧૧, રાજકોટ. નિમંત્રકઃ પૂજય મહંત શ્રી હરભજનદાસ બાપુ (મો.૯૮૯૮૬ ૧૯૫૭૧/ ૮૧૫૫૦ ૭૭૭૭૧).

(3:22 PM IST)