<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ શાંતિ કરાર આખરી ચરણમાં! : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ વિવાદનો અંત લાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો નરમ વલણ સાથેનો પ્રસ્તાવ : સોશિયલ મીડિયા પર સંવર્ધિત યુરેનિયમનો નિકાલ કરવા તેહરાનને ત્રણ મહત્વપૂર્ણ અને વિકલ્પો આપ્યા : સામે ઈરાને ચીનનો વિકલ્પ મૂકતા વૈશ્વિક રાજકારણ ગરમાયું : અમેરિકા કે ઈરાન સિવાય અન્ય સ્વીકાર્ય સ્થળે આંતરરાષ્ટ્રીય સાક્ષીઓ અને એટોમિક એનર્જી કમિશનની હાજરીમાં યુરેનિયમ નષ્ટ કરવાની ઓફર વચ્ચે પાકિસ્તાની સૈન્ય વડા આસિમ મુનિર આખરી ડીલ માટે દોહા પહોંચ્યા : સક્રિય યુદ્ધવિરામ અને અમેરિકી સૈન્યના દબાણ વચ્ચે આગામી ગણતરીના દિવસોમાં મહાકરાર ફાઇનલ થવાના મજબૂત સંકેતો6:33 AM IST

મોદી સરકાર‘ના ૧૨ વર્ષ પૂર્ણ થવા પર ભાજપાના "અવિરત 12 વર્ષ વિશ્વાસ ,વિકાસ અને જનકલ્યાણના" અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ : રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર ખાતે અપેક્ષિત શ્રેણીના કાર્યકરો વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા :પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કરતા અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદ ડૉ. સંજય જયસ્વાલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી9:02 PM IST

કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્‍યું : તાજેતરમાં યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂ. ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્‍ટ ફાળવીઃ કેન્‍સર કાંતિલાલને હરાવી શકયુ નહીં, પ્રકૃતિને ખોળે શેષ જીવન સમર્પિત કરવાનો સંકલ્‍પ કર્યો : કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્‍ય છે. સરકારમાં શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગારનાં રાજ્‍યકક્ષાનાં મંત્રી છે. વર્ષ ૨૦૨૫માં મચ્‍છુ ડેમ(૨)નાં કાંઠે ૧૨૦૦ વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્‍યું: વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનાં ૭૫માં જન્‍મ દિવસે રાજ્‍યનાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન'નું લોકાર્પણ કર્યુ હતું 12:13 PM IST

રાંધણ ગેસના બાટલા માટે દાદા-પોત્ર વચ્‍ચે બબાલ?: માથામાં ઇજા થતાં દાદા અરજણભાઇ મિયાત્રાનું મોત : રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાછળ બનાવઃ વૃધ્‍ધ એકલા જ રહેતાં હતાં: હત્‍યાની શંકાએ તપાસ : રેલનગરમાં રહેતો રિક્ષાચાલક પોત્ર મોહિત મિયાત્રા બાટલો લેવા આવ્‍યો ત્‍યારે દાદાએ બાટલો બીજાને આપી દીધાનું કહ્યું હતું: મોહિતના કહેવા મુજબ દાદા વાત કરતી વખતે એકાએક પડી જતાં માથામાં રેંકડી લાગી હતીઃ જો કે ઇજા શંકાસ્‍પદ જણાતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ યુનિવર્સિટી પોલીસે પોૈત્રની પુછતાછ હાથ ધરી : ાૃત્‍યુ પામનાર ૭૩ વર્ષના અરજણભાઇ મિયાત્રા એકલા રહેતાં હતાં: પોૈત્ર મોહિતે ઘટનાની જાણ ફુવાને કરીઃ હોસ્‍પિટલે પણ મોહિત સાથે આવ્‍યોઃ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં તપાસ2:48 PM IST