News of Tuesday, 26th May 2026
ગોંડલ રોડ ઉપર માલવીયા કોલેજ સામે આવેલ મહિરાજ પાર્ટી પ્લોટવાળી : જગ્યાના વિવાદમાં હાઇકોર્ટ દ્વારા કરાર પાલનનો દાવો નામંજુર
નાદારી જાહેર કરનાર મિલ્કત ખરીદ કરી શકે નહિ ? તેવી રજુઆત બાદ બાવા કરશનની અપીલ હાઇકોર્ટે મંજુર કરી

રાજકોટઃ તા.૨૬, પોતાને નાદાર જાહેર કરનાર મિલકત ખરીદી કરી શકે નહીં તેવી રજૂઆતને માન્ય રાખી ગુજરાત હાઇકોર્ટે ભીમજીભાઈ ખીમજીભાઈ પટેલ અને તેના સહ ખરીદનારાઓએ કરેલ જમીન ચો. વાર ૨૦૦૨ અંગેનો દાવો રદ કરી અપીલ મંજુર કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ભવાની શો મિલવાળા ભીમજીભાઈ ખીમજીભાઈ પટેલ વગેરેનો કરાર પાલનનો દાવો રદ કરી સિવિલ કોર્ટ રાજકોટે આંક ૫ હેઠળની મનાઈ હુકમની અરજી ૧૯૯૧માં રદ કરેલ હતી. ત્યારબાદ શહેરના ગોંડલ રોડ ઉપર માલવિયા કોલેજની સામે આવેલ મહિરાજ પાર્ટી પ્લોટવાળી પટેલ બાવા કરસનની જગ્યા અંગેનું ૧૯૯ના દાવાનું ૧૯૯૯નું હુકમનામું ગુજરાત હાઈકોર્ટએ રદ કર્યું હતું.
જેમાં ખરીદનારાઓએ સાટાખતમાં સહીઓ પણ કરેલ ન હતી. તેમજ અવેજની રકમ પણ કોર્ટમાં જમા કરાવેલ ન હતી. ‘ટોકન' સુથી નથી. ટોકન અને સુથી વચ્ચે તફાવત છે. તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
આ કેસમાં સંયુક્ત કુટુંબના કર્તાને અન્ય સભ્યોના હિસ્સાની મિલકત વેચાણ કરવા અધિકાર નથી.
કચ્છી કડવા પાટીદાર સમાજના ભીમજીભાઈ ખીમજીભાઈ પટેલ, વગેરે ત્રણએ રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર પી.ડી. માલવિયા કોમર્સ કોલેજ સામેની જમીન ચો. વાર ૨૦૦૨માં સાટાખત હોવાનું જણાવી કરાર વિશિષ્ટ પાલન માટેનો દાવો સિવિલ કોર્ટ રાજકોટમાં દાખલ કર્યો હતો. જે દાવામાં પટેલ બાવાભાઈ કરસનભાઈએ પોતાને અધિકાર નથી, તેથી વેચાણ કરવા સોદો કરેલ નથી. સંયુક્ત કુટુંબની મિલકત અન્ય સભ્યોએ વેચવાની સંમતિ આપેલ નથી વગેરે હકીકતો એડવોકેટ જનકકુમાર આર. પંડયા મારફતે રજુ કરેલ. તેથી સિવિલ કોર્ટ મનાઈ હુકમની આંક ૫ ની અરજી રદ કરી હતી.
ઉપર મુજબની બાબતો વાદીઓની ઉલટતપાસમાં પણ રેકર્ડ ઉપર આવેલ, તેમ છતાં જે તે સમયે કોર્ટે દાવો ડીક્રી કરેલ, તે સામે ગુજરાત હાઈકોર્ટમાં સને ૧૯૯૯માં બાવાભાઈએ ફર્સ્ટ અપીલ કરેલ, જે અપીલમાં ગુજરાત હાઈકોર્ટે ઉપર મુજબના અવલોકન કરી ફાઈન્ડિંગ આપી અપીલ મંજૂર કરી, ભીમજીભાઈ ખીમજીભાઈ પટેલ (ભવાની શો મિલ) વગેરેઓનો દાવો રદ કર્યો છે. આ કામમાં સામાવાળાઓ વતી એડવોકેટ તરીકે જનકકુમાર આર. પંડયા, વત્સલ જે. પંડયા, અજય ડી. પીપળીયા, કરણ પડિયા, વગેરે રોકાયા હતાં.
(2:09 PM IST)










