તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 2nd November 2026
૧૩ વર્ષની વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગે પકડાયેલ મુખ્ય આરોપી અને મદદગારી કરનાર શખ્સને વીસ-વીસ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ, તા.૨: રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરાને કારમાં ઉઠાવી મોરબી રોડ પરની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે મુખ્યઆરોપીને અને મદદગારી કરનારા આરોપીને વીસ વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી તેમજ ભોગબનનારને રૂપિયા ૨, ૫૦, ૦૦૦ નું વિક્ટટીમ કમ્પોઝિશન એક્ટ અન્વયે વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય પંથકમાં રહેતા ફરિયાદીની ૧૩ વર્ષ ૯ માસ વાળી સગીર વયની પુત્રીને રાજકોટ તાલુકાના માલીયાસણ ગામનો બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી નામનો શખ્સ સ્કૂલેથી અપહરણ કરી લઈ જઈ મોરબી રોડ ઉપર આવેલ હોટલે દુષ્કર્મ આચરેલ અને સગીરાનું અપહરણ કરવામાં મદદગારી કરનાર રાજકોટ તાલુકાના સણોસરા ગામનો ફારૂક ઉર્ફે બોદિયો કાસમભાઈ પીલુડિયા સગીરાનું અપહરણ કરવામાં મદદગારી કર્યા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૨૪-૪-૨૦૨૪ નારોજ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી અને ફારૂક ઉર્ફે બોદિયો કાસમભાઈ પીલુડિયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતો. આ કેસની તપાસ પૂર્ણ થતા આરોપીઓ વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ કરી હતી.
ત્યારબાદ આ કેસ પોકસો અદાલતમાં શરૂ થતા પ્રોસિકયુશન દ્વારા આ કેસના ફરિયાદીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી તેમજ ભોગબનનાર સગીરા ઉંમર ૧૩ વર્ષ ૯ માસ વાળીની જુબાની પોક્સો કોર્ટમાં લેવામાં આવેલી તેણીએ તેની જુબાનીમાં એવું જણાવેલું કે આરોપી બાબા ફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી એ તેણીને સ્કૂલમાંથી ખોટું જણાવી તેણીને કારમાં લઈ જઈ અને તેની સાથે કારમાં અપહરણ કરવામાં મદદગારી કરનાર આરોપી ફારુક ઉર્ફે બોદિયો કાસમભાઇ પીલુડિયા એ મદદગારી કરેલ અને આ બંને વ્યક્તિઓ તેણીને કારમાં લઈ જઈ આરોપી બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમત અલી નાનાણીએ તેણીની ઉપર દુષ્કર્મ આચરેલ બાદ તેણીને પાછી સ્કૂલે મૂકી ગયેલ ત્યારે તેણીના પિતા તથા સ્કૂલના કર્મચારીઓએ આરોપી બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણીને પકડી લીધેલ અને ત્યારે અન્ય આરોપી ફારુક ઉર્ફે બોદિયો કાસમભાઇ પીલુડિયા ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત કોર્ટમાં જણાવેલ હતી.
આ કેસ ચાલતા દરમિયાન ભોગ બનનાર સગીરાએ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવેલ અને જણાવેલ કે આજ આરોપીઓ હતા તેમજ પ્રોસિકયુશન દ્વારા આ કેસમાં ડોક્ટરની જુબાની લેવામાં આવેલી તથા સ્કૂલના કર્મચારીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી અને તેઓએ પણ આરોપીને ઓળખી બતાવેલ અને જણાવેલ કે આજ આરોપી સગીરાને સ્કૂલમાંથી લઈ ગયેલ તેમજ સગીર બાળકીનું જન્મનું પ્રમાણપત્ર આપનાર અધિકારીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની સોગંદ ઉપર કોર્ટમાં જુબાની લેવામાં આવેલી તેમજ પ્રોસિકયુશન દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ રાખવામાં આવેલા જેમાં ફરિયાદ મેડિકલ સર્ટિફિકેટ ભોગબનનાર સગીર બાળકીના જન્મનો દાખલો એફએસએલ નો પરીક્ષણ અહેવાલ પંચનામાઓ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલા હતા.
સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા દલીલ કરવામાં આવેલ કે આરોપી સામે ૧૩ વર્ષ ૯ માસની સગીરાનું અપહરણ કરી તેણીની ઉપર દુષ્કર્મ કર્યાનો કેસ પ્રોસિકયુશને નિઃસંક પુરવાર કરેલ હોય અને ભોગ બનનાર સગીરાની ઉંમર નાની હોય તેમજ એફએસએલના પરીક્ષણ અહેવાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની દ્રષ્ટિએ પણ આરોપી સામે ગુનો પુરવાર થતો હોય અને ફરિયાદીની જુબાની તથા સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા લીસ્ટથી પ્રોસિકયુશને તેમનો કેસ સાબિત કર્યો હોય આરોપીને તકસીરવાન ઠરાવી કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા દલીલ કરેલી હતી.
આ રજૂઆત અને દલીલોને ધ્યાને લઈ પોક્સો કોર્ટના સેશન્સ જજ આઈ. બી. પઠાણએ બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી તથા ફારુક ઉર્ફે બોદિયો કાસમભાઇ પીલુડિયાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તેમજ ભોગબનનાર સગીરાને રૂપિયા ૨,૫૦,૦૦૦ નું વિક્ટટીમ કમ્પોઝિશન એક્ટ અન્વયે વળતર અપાવેલ છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
મુકેશભાઈ પીપળીયા
સરકારી વકીલ
(3:51 PM IST)










