<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

નર્મદા લાઇનનું નર્મદા પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે મેઇનટેન્‍સની કામગીરી વિવિધ વોર્ડમાં કાલથી ૬ દિવસનો તબક્કાવાર પાણીકાપ

૧૬ થી ૨૧ સપ્‍ટેમ્‍બર સુધી શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર પાણીકાપઃ અનેક વિસ્‍તારના હજારો લોકો રહેશે તરસ્‍યાઃ ૧૮થી ૨૦ સપ્‍ટેમ્‍બર GWILનું શટડાઉનઃ બેડી WTP, ન્‍યારા ઓફટેક અને કોઠારિયાને નહીં મળે નર્મદાનું પાણી

 

રાજકોટ,તા.૧૫: નર્મદા પાઇપલાઇન આધારિત પમ્‍પિંગ સ્‍ટેશન NC-૩૨, NC-૩૩ અને NC-૩૪ ખાતે મેઇન્‍ટેનન્‍સ કામગીરીને કારણે ગુજરાત વોટર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લિ. (GWIL) દ્વારા તા. ૧૮થી ૨૦ સપ્‍ટેમ્‍બર સુધી શટડાઉન રાખવામાં આવનાર છે. બીજી તરફ આજી ફિલ્‍ટર પ્‍લાન્‍ટથી ગ્રીનલેન્‍ડ પમ્‍પિંગ સ્‍ટેશન સુધી પાણી ટ્રાન્‍સફર કરતી પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા રાજકોટમાં પીવાના પાણીના વિતરણ ઉપર અસર થવાની છે. પરિણામે મનપા દ્વારા તા. ૧૬થી ૨૧ સપ્‍ટેમ્‍બર સુધી જુદા-જુદા વિસ્‍તારોમાં તબક્કાવાર પાણી સપ્‍લાય બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

GWILના શટડાઉન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના બેડી WTP, ન્‍યારા ઓફટેક પમ્‍પિંગ સ્‍ટેશન અને કોઠારિયા ખાતે નર્મદાના પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ થઈ શકશે નહીં. આ ઉપરાંત આજી ફિલ્‍ટર પ્‍લાન્‍ટથી ગ્રીનલેન્‍ડ પમ્‍પિંગ સ્‍ટેશન સુધીની લાઇનમાં લીકેજના રિપેરિંગને કારણે પાણીનો અપૂરતો જથ્‍થો ઙ્કાપ્ત થઈ રહ્યો છે. ઉપલબ્‍ધ પાણીના જથ્‍થામાંથી શહેરમાં સુચારુ વિતરણ જાળવવા મનપાએ અલગ-અલગ હેડવર્ક્‍સ હેઠળ પાણીકાપનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

તા. ૧૬ સપ્‍ટેમ્‍બર, બુધવારે ઈસ્‍ટ ઝોનના ગ્રીનલેન્‍ડ હેડવર્ક્‍સ હેઠળ વોર્ડ નં. ૫ના કેટલાક વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તા. ૧૭ સપ્‍ટેમ્‍બર, ગુરુવારે ગ્રીનલેન્‍ડ હેડવર્ક્‍સ હેઠળ વોર્ડ નં. ૪ના કેટલાક વિસ્‍તારોને પાણી નહીં મળે.

તા. ૧૮ સપ્‍ટેમ્‍બર, શુક્રવારે વેસ્‍ટ ઝોનમાં રૈયાધાર (ગાંધીગ્રામ) હેઠળ વોર્ડ ૧, ૩ અને ૭; ન્‍યારી ફિલ્‍ટર-જૂનો ESR હેઠળ વોર્ડ ૯ અને ૧૦; મવડીના બપોર પછી પાણી મેળવતા વોર્ડ ૧૧, ૧૨ અને ૧૩ તથા વાવડી હેઠળ વોર્ડ ૧૨ના વિસ્‍તારોમાં પાણી બંધ રહેશે. સેન્‍ટ્રલ ઝોનમાં જિલ્લા ગાર્ડન હેઠળ વોર્ડ ૭ અને ૧૪ તથા જયુબેલી-જંકશન હેઠળ વોર્ડ ૨ અને ૩ને અસર થશે. ઈસ્‍ટ ઝોનમાં આજી-૩૦ હેડવર્ક્‍સ હેઠળ વોર્ડ ૪, ૫ અને ૬ના વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા. ૧૯ સપ્‍ટેમ્‍બર, શનિવારે વેસ્‍ટ ઝોનના રૈયાધાર-રિંગ રોડ અને રિંગ રોડ પમ્‍પિંગ સ્‍ટેશન હેઠળ વોર્ડ ૯-૧૦, સોજીત્રાનગર હેઠળ વોર્ડ ૨-૮ તથા ચંદ્રેશનગર હેઠળ વોર્ડ ૮, ૧૧ અને ૧૩માં પાણીકાપ રહેશે. સેન્‍ટ્રલ ઝોનમાં ગુરુકુળ-ઢેબર રોડ હેઠળ વોર્ડ ૭, ૧૪ અને ૧૭ તથા લાલ બહાદુર હેઠળ વોર્ડ ૧૭-૧૮ને અસર થશે. ઈસ્‍ટ ઝોનમાં આજી-૧૮ હેઠળ વોર્ડ ૧૫, ૧૬ અને ૧૮, તિરુપતી હેઠળ વોર્ડ ૧૮ તથા બેડી ઝોન આધારિત વોર્ડ ૪ના વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા. ૨૦ સપ્‍ટેમ્‍બર, રવિવારે વેસ્‍ટ ઝોનમાં ઘંટેશ્વર હેઠળ વોર્ડ ૧-૩, જેટકો હેઠળ વોર્ડ ૧૦, ૧૧ અને ૧૨ તથા ન્‍યારી ફિલ્‍ટર-નવો ESR હેઠળ વોર્ડ ૨, ૭ અને ૮માં પાણી નહીં મળે. સેન્‍ટ્રલ ઝોનમાં રેલનગર હેઠળ વોર્ડ ૩, બજરંગવાડી હેઠળ વોર્ડ ૨, ગુરુકુળ-ગોંડલ રોડ હેઠળ વોર્ડ ૭-૧૩ તથા જિલ્લા ગાર્ડન હેઠળ વોર્ડ ૭-૧૪માં પાણીકાપ રહેશે. ઈસ્‍ટ ઝોનમાં વિનોદનગર હેઠળ વોર્ડ ૧૭-૧૮, સ્‍વાતી હેઠળ વોર્ડ ૧૮ તથા દૂધસાગર હેઠળ વોર્ડ ૬ અને ૧૫ના વિસ્‍તારોને અસર થશે.

તા. ૨૧ સપ્‍ટેમ્‍બર, સોમવારે વેસ્‍ટ ઝોનમાં રૈયાધાર-રિંગ રોડ અને રિંગ રોડ પમ્‍પિંગ સ્‍ટેશન હેઠળ વોર્ડ ૯-૧૦, ચંદ્રેશનગર હેઠળ વોર્ડ ૮, ૧૧ અને ૧૩ તથા મવડીના સવારના પાણી વિતરણ હેઠળ આવતા વોર્ડ ૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ના વિસ્‍તારોમાં પાણી બંધ રહેશે. સેન્‍ટ્રલ ઝોનમાં જયુબેલી-જંકશન હેઠળ વોર્ડ ૨ અને ૩ તથા ઈસ્‍ટ ઝોનમાં કોઠારિયા-ડાયરેક્‍ટ હેઠળ વોર્ડ ૧૮ના વિસ્‍તારોમાં પાણી વિતરણને અસર થશે.

મનપાએ જાહેર જનતાને તારીખવાર પાણીકાપની નોંધ લઈ જરૂરી પાણીનો જથ્‍થો આગોતરો સંગ્રહ કરી રાખવા અનુરોધ કર્યો છે.(૨.૨૫)

કાલે આ વોર્ડના વિસ્‍તારોમાં પાણીકાપ

રાજકોટઃ તા. ૧૬ માં વોર્ડ નં. પ માં અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્‍મળતિ સોસા-૧-૨, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્‍ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માન્‍જીાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્‍વાર્ટર, મારૂતીનગર-૧-૨-૩, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્‍તિ સોસા. પદન્‍યુ, ન્‍યુ ગાંધી સ્‍મળતિ સોસા., ન્‍યુ શક્‍તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્‍થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-૧-૨, રત્‍નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સળષ્ટી સોસા.-૧-૨-૩, શ્રીરામ સોસા., શ્‍યામપાર્ક, સિધ્‍ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્‍મીકી આવાસ યોજના, રુન્‍દાવન સોસા., ઝરીયા સોસા.,

વોર્ડ નં. ૧૭ માં મીરા પાકે ૧, ચિત્રકૂટ પાકે, વળંદાવન વિલા ૧-૨-૩, ડી માટે, વિઝન સ્‍કુલ, શાંતિ સદન કોમ્‍પ્‍લેક્ષ,જય શક્‍તિ પાકે, વળંદાવન પાર્ક ૧, વળંદાવન પાર્ક ૨, વળંદાવન પાર્ક ૩, નરશી મેહતા આવાસ, ગણેશ કોમ્‍પ્‍લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ પામ રેસીડેનેસી,તુલસીપાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક ૧ તથા ર(૫૦ ફુટ રોડ), લક્ષાણ પાર્ક,અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઇટ ૧ તથા રાકુવાડવા રોડ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્‍યમ વિવાભોવનાથ ટેસીડેનસી, શિવ શક્‍તિ પાર્ક,શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંજની અંબિકા પાર્ક, ટામ પાર્ક, કસ્‍તુરી,કિંજલ પાર્ક,ચામુંડા સોસાયટી,ભગવતી પાર્ક,આર જે ટી,તીર્થ, રોહિંદાસ પરા, શાનદાર રેસીડેન્‍સી ૧ તથા ૨, હરિદર્શન શ્રી બંગલો, લોકમાન્‍ય તિલક આવાસ, આર્ય કળતિ, ખોડીયાર પાર્ક,રણવીર પાર્ક સતનામ પાર્ક, સત્‍યમ પાર્ક, પંચરત્‍ન,જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડ્રીમલેન્‍ડ તથા વાલ્‍મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્‍ધિ પાર્ક, તિરુપતિ પાર્ક,બાલાજી પાર્ક, ગણેશ પાર્ક ૧ તથા ર, સરદાર પટેલ પાર્ક, અમળત પાર્ક, શ્રી પાર્ક ગાંધી વસાહત, ચામડિયા પરા ગણેશ નગર, લાતી પ્‍લોટ, ગાયત્રી ધામ શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા,ભરવાડ વાસ.(૬

(3:00 PM IST)