News of Friday, 5th June 2026
રવિવારે જાજરમાન રઘુવંશી ગૌરવ સન્માન સમારોહ
રઘુવંશી યુવા શકિત સંઘ અને રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજન : સાંજે સ્વાગત રેલી સાથે મહાનુભાવોનું અભિવાદન

રાજકોટ, તા. પ :રઘુવંશી યુવા શક્તિ સંઘ (ગુજરાત) અને શ્રી રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ (ગાંધીનગર) ના સંયુકત ઉપક્રમે તા. ૭ રવિવારે સાંજે ૬ કલાકે રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ‘‘રાજકોટ એન્જિનિયરિંગ હોલ'' ખાતે જાજરમાન ‘‘રઘુવંશી ગૌરવ સન્માન સમારોહ''નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મંગલમય અને ગૌરવવંતા પ્રસંગે રાજકોટ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા ૧૦૦ વર્ષ કરતાં પણ જૂના ઐતિહાસિક શિવ મંદિર એટલે કે ‘‘શ્રી જાગનાથ મહાદેવ મંદિર''ના પરમ પૂજ્ય મહંત સાધ્વી શ્રી અરૂંધતી દાસજી ખાસ ઉપસ્થિત રહીને પોતાના દિવ્ય આશીર્વચન પાઠવશે અને તેમના પાવન હસ્તે જ સમાજના તમામ નવનિયુક્ત મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવશે.
આ ગૌરવ સન્માન સમારોહ અંતર્ગત નવનિયુક્ત મહાનુભાવોના શાહી સ્વાગત માટે એક વિશેષ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંજે ૫:૩૦ વાગ્યે રાજકોટના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડથી લઈને રાજકોટ એન્જિનિયરિંગ હોલ સુધીના આશરે ૧ કિલોમીટર જેટલા રૂટ પર ભવ્ય સ્વાગત એન્ટ્રી રાખવામાં આવી છે. જેમાં ડી.જે., શાહી અશ્વ, ખુલ્લી જીપ અને ૫૧ જેટલી ફોર-વ્હીલર ગાડીઓના ભવ્ય કાફલા સાથે મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે.
આ સમારોહમાં રાજકોટ PGVCL ઝોનમાં નાયબ પોલીસ અધિક્ષક (Dy.SP) તરીકે ઉત્કળષ્ટ ફરજ બજાવી ચૂકેલા અને હાલ કેશોદ ડિવિઝનમાં પોલીસ અધિક્ષક (S.P.) તરીકે સેવા આપીને ગત તા. ૩૧મી મેના રોજ વયનિવળત્ત થયેલા રઘુવંશી સમાજનું ગૌરવ એવા લોકપ્રિય પોલીસ અધિકારી શ્રી બીપીનભાઈ ઠક્કર (બી.સી. ઠક્કર)નું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે.
તેમની સાથે જ તાજેતરમાં વર્ષ ૨૦૨૬માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ભવ્ય વિજય મેળવીને ચૂંટાઈ આવેલા રઘુવંશી સમાજના અગ્રણી મહિલા રાજકીય નેતાઓ, જેમાં વોર્ડ નંબર ૦૯ ના કોર્પોરેટર અને વ્રજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયેલ શ્રીમતિ દક્ષાબહેન વસાણી, વોર્ડ નંબર ૦૭ ના મહિલા કાર્પોરેટર શ્રીવર્ષબહેન પાંધી તેમજ વોર્ડ નં. ૧૦ના મહિલા કોર્પોરેટર શ્રી નીતાબહેન લાલનું પણ સંગઠન દ્વારા વિશેષ બહુમાન કરાશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૬માં નવનિયુક્ત થલા વિવિધ રાજકિય સંગઠનના પદાધિકારીઓ જેવા કે, રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયભારતભાઈ ધામેચા અને શ્રીમતિ હિરલબહેન કટારીયા તેમજ રાજકોટ શહેર કારોબારી સભ્ય કિશનભાઇ ઉનડકટનું સન્માન કરવામાં આવશે.
આ સમારોહનું એક મુખ્ય આકર્ષણ છે રહેશે કે, વર્ષ ૨૦૨૬માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પીએસઆઈ પરીક્ષાના પરિણામોમાં ઉત્તીર્ણ થઈને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે નવનિયુક્ત થયેલા રઘુવંશી સમાજના તમામ તેજસ્વી યુવાનો તેમજ યુવતીઓનું પણ આ તકે સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ અને પ્રોત્સાહક સન્માન કરવામાં આવશે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાજકોટ શહેર ઉપરાંત ગુજરાતભરમાંથી અને બહારગામથી રઘુવંશી સમાજના પ્રતિષ્ઠિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ, જ્ઞાતિની વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રમુખો હોદ્દેદારો અને સભ્યો તેમજ રઘુવંશી સમાજના વિવિધ સરકારી ખાતાઓમાં કરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે.
આ ગૌરવ સન્માન સમારોહના અંતે તમામ આમંત્રિતો અને સમાજના શ્રેષ્ઠીઓ માટે એક ભવ્ય ભોજન સમારંભનું પણ વિશેષ આયોજન રાખવામાં આવ્યુ છે.
આ સન્માન સમારોહને સફળ બનાવવા રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટના અગ્રણીઓ અને રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલભાઈ), ગુજરાત પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રતિકભાઈ રાચ્છ, મોરબી જિલ્લા ઉપ્પ્રમુખ રક્ષિતભાઈ પૂજારા તેમજ વિવિધ જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેર સંગઠનના વોર્ડ સંયોજક શ્રીઓ મીતભાઈ અનડક્ટ, બિરેનભાઈ જોબનપુત્રા, રામભાઈ લાલચેતા, પાર્થભાઈ નથવાણી, મિહિરભાઈ સોમૈયા અને હાર્દિકભાઈ કારિયા તેમજ તમામ વોર્ડ સહ-સંયોજકા, વોર્ડ પ્રમુખો અને સભ્યો કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રઘુવંશી યુવા શકિત અને રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:05 PM IST)










