<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સ્‍વચ્‍છ, સુરક્ષિત અને આધુનિક બનાવવા લાઇટીંગ વ્‍યવસ્‍થામાં સર્વગ્રાહી સુધારો કરાવોઃ ડો.પરેશ ઠાકર

રોશની સમિતિ ચેરમેન દ્વારા રમત-ગમત મેદાનો, મનપાની કચેરી સહિતના સ્‍થળો પર એલ.ઇ.ડી. અને સોલાર પેનલ વગેરે અંગે મ્‍યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ મહાનગર પાલિકાની લાઇટિંગ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ડો. પરેશ ઠાકરે રાજકોટ શહેરની જાહેર સુવિધાઓને વધુ આધુનિક, સુરક્ષિત અને જનકેન્‍દ્રિત બનાવવા માટે મ્‍યુનિસિપલ કમિશનરને વિગતવાર રજૂઆત કરી છે. તેમણે શહેરના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખીને લાઇટિંગ વ્‍યવસ્‍થામાં તાત્‍કાલિક સુધારાત્‍મક પગલાં ભરવાની માંગ કરી છે.

ડો. પરેશ ઠાકરે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ર્ર્ંૅસ્‍વનિર્ભર ભારર્ર્તૅંના વિઝનને અનુરૂપ રાજકોટ શહેરમાં ઊર્જા બચત, આધુનિક ટેકનોલોજી અને જનસુરક્ષાને પ્રાધાન્‍ય આપતી લાઇટિંગ વ્‍યવસ્‍થા વિકસાવવી સમયની માંગ છે.

રજૂઆતમાં શહેરના તમામ વોર્ડ ઓફિસો, બગીચાઓ, રમત-ગમતના મેદાનો, સ્‍મશાનગળહો, સિવિક સેન્‍ટરો, ઝોન ઓફિસો, આરોગ્‍ય કેન્‍દ્રો, બી.આર.ટી.એસ. રૂટ, બસ ર્પાકિંગ, રેલવે સ્‍ટેશન તેમજ અન્‍ય જાહેર સ્‍થળોએ પૂરતી સોલાર અને એલ.ઈ.ડી. લાઇટિંગ સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર શહેરમાં વધુ પ્રમાણમાં હાઈમાસ્‍ટ લાઇટો સ્‍થાપવા, નવા વિકસતા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઇટોની સંખ્‍યા વધારવા તેમજ શહેરના પ્રવેશદ્વારોને આધુનિક લાઇટિંગ સાથે આકર્ષક બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. શહેરના મુખ્‍ય પર્યટન સ્‍થળો, બગીચાઓ, રામનાથ મહાદેવ મંદિર, રામવન પાર્ક, પ્રધુમન પાર્ક (ઝૂ) સહિતના સ્‍થળોને રોશનીથી ઝગમગતા બનાવી રાજકોટને પર્યટન અને વિકાસની નવી ઓળખ અપાવવાનો પણ સૂચન કરવામાં આવ્‍યું છે.

ડો. પરેશ ઠાકરે રજૂઆતમાં વધુમાં જણાવ્‍યું છે કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે લાઇટિંગ પાછળ નોંધપાત્ર ખર્ચ કરવામાં આવે છે. તેથી સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીના ખર્ચમાં ઘટાડો થાય તેમજ પર્યાવરણને અનુકૂળ વિકાસને વેગ મળે તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવી જરૂરી છે.

તેમણે લાઇટિંગ વિભાગમાં જવાબદારી નિヘતિ કરવા, ક્‍વોલિફાઇડ અધિકારીઓને જવાબદારી સોંપવા અને સમગ્ર લાઇટિંગ વ્‍યવસ્‍થાના નિયમિત દેખરેખ, નિરીક્ષણ અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે અલગ વ્‍યવસ્‍થા ઊભી કરવાની પણ માંગ કરી છે.

અંતમાં ડો. પરેશ ઠાકરે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, રજૂ કરાયેલા સૂચનોનો તાત્‍કાલિક અમલ કરવામાં આવશે તો રાજકોટ શહેરની જનસુવિધાઓમાં ગુણાત્‍મક વધારો થશે, શહેર વધુ સુરક્ષિત, સ્‍વચ્‍છ, ઊર્જા કાર્યક્ષમ અને આધુનિક બનશે તેમજ રાજકોટના વિકાસને નવી દિશા મળશે.

(2:46 PM IST)