News of Monday, 13th July 2026
સાયબર ક્રાઇમના ગુનામાં સાત માસથી ફરાર શખ્સ અમદાવાદથી પકડાઇ ગયો
પેરોલ ફરલો સ્ક્વોડે બાતમી પરથી પકડી લીધો

રાજકોટ તા. ૧૩: શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં સાત મહિનાથી ફરાર ગોૈરવસિંહ અજયસિંહ જાડેજા (ઉ.વ.૨૯-રહે. હાલ ફલેટ નં. ૬૦૪, લક્ષ્મીનિવાસ, નારોલ અમદાવાદ, મુળ સોખડા ચોકડી રાજકોટ)ને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે અમદાવાદથી ઝડપી લીધો છે. આ શખ્સ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાતા તે ફરાર થઇ ગયો હતો. હાલ તે અમદાવાદ હોવાની બાતમી પરથી પકડી લઇ સાયબર ક્રાઇમ પોલીસને સોંપાયો હતો.
પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમના ઝહીરખાન, ધર્મેન્દ્રસિંહ, રાજદિપસિંહ, સિરાજભાઇ, રોહિતભાઇ, અંકિતભાઇ, અમીનભાઇ, કુલદીપસિંહ, શાંતુબેન, દોલતસિંહે આ કાર્યવાહી કરી હતી
(4:02 PM IST)










