<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

શનિવારે સામૂહિક તુલસી વિવાહ મહોત્‍સવ આહિર સમાજની પરંપરાગત સંસ્‍કૃતિના અદભૂત સંગમ સાથે

આંબેવપીર ધામ પાળ ખાતે મંગલ અવસરઃ છાબ, મામેરા, આહિર રાસ સહિતના કાર્યક્રમોઃ ૧૧૧૧ કાર, ૧૧૧ ઘોડી, ૧૧ બળદ ગાડા સાથે ઠાકરની જાન જોડાશે

રાજકોટ, તા.૧૮: ધાર્મિક આસ્‍થા, સામાજિક એકતા અને આહિર સમાજની પરંપરાગત સંસ્‍કળતિનો અદભુત સંગમ સર્જાય તેવો ભવ્‍ય સામૂહિક તુલસી વિવાહ મહોત્‍સવનું રાજકોટમાં આયોજન થયું છે. શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો), સતશ્રી આંબેવપીર ધામ (પાણ) તથા આહીર સમાજ રાજકોટના સંયુક્‍ત આયોજન હેઠળ યોજાનારા આ મહોત્‍સવમાં પરંપરાગત લગ્નપ્રસંગને ભવ્‍ય અને ઐતિહાસિક સ્‍વરૂપ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં ધાર્મિક વિધિઓની સાથે શાહી વરઘોડો, લોકસંસ્‍કળતિ, સંગીત અને પરંપરાગત રાસની ઝલક જોવા મળશે.

આહિર સેના  દ્વારા તૈયાર કરવામાં આવેલી રૂપરેખા મુજબ આશરે ૧૧ કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમાં ૧૧૧૧ કારથી લઈને ઘોડેસવારો, બગી, વિન્‍ટેજ કાર, બળદગાડાં અને બુલેટ સહિતની સવારી જોડાશે.

આ સામૂહિક તુલસી વિવાહમાં ૧૧ લાખના છાબ મામેરાનું આયોજન પણ વિશેષ આકર્ષણ રહેશે. આમંત્રણ પત્રિકા મુજબ ૨૦ અને ૨૧ નવેમ્‍બરના રોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમાં ગણેશ સ્‍થાપના, મંડપ મુહૂર્ત, મહામંગળ પ્રસંગ, ભવ્‍ય લોકડાયરો, મહાપ્રસાદ, જાન પ્રસ્‍થાન અને આહીર રાસ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત લોકડાયરામાં જાણીતા કલાકારો પોતાની લોકસંગીતની પ્રસ્‍તુતિ આપશે. આહીર સમાજની પરંપરાગત સંસ્‍કળતિને ઉજાગર કરતા રાસ અને અન્‍ય કાર્યક્રમો પણ યોજાશે. સમગ્ર આયોજનમાં ધાર્મિક વિધિથી લઈને સાંસ્‍કળતિક કાર્યક્રમો સુધીની વિવિધ પ્રવળત્તિઓને સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

પાળના ઠાકર અને સંતશ્રી આંબેવપીર ધામ (પાળ) ના સાનિધ્‍યથી ભાનુઆઈમાં ના માર્ગદર્શન હેઠળ બંધવાળા મેલડીમાના સાનિધ્‍ય ખોખળદળ ખાતે જાડેરી જાન જોડી પહોંચશે અને શક્‍તિ સાંનિધ્‍યમાં તુલસી વિવાહ સંપન્ન થશે.

આ ભવ્‍ય તુલસીવિવાહના આયોજનમાં ૧૧૧૧ કાર, ૧૧૧ ઘોડી, ૩૧ બગી, ૧૧ વિન્‍ટેજ કાર, એક હાથી, ૧૧ બળદગાડાં, ગુજરાતનું વિખ્‍યાત કોહિનૂર બેન્‍ડ, ૫૧ ઢોલ-શરણાઈ, ભવ્‍ય તલવાર રાસ, ૧૧ કિલોમીટર લાંબી શોભાયાત્રા, શુભ ચોકડી રાસ અને ૧૧૧ બુલેટ સહિત ઠાકરની જાનમાં લાખો જાનૈયાઓ જોડાશે. તેમ અહિર સેન રાજકોટની યાદીમાં જણાયું છે.

(3:29 PM IST)