News of Wednesday, 29th April 2026
મેના પ્રથમ સપ્તાહમાં મનપામાં મેયરની ચૂંટણીઃ ખુરશી માટે વિજેતાઓમાં થનગનાટ
મેયર પદ સામાન્ય પુરૂષ હોય ત્યારે નેહલ શુકલ, નરેન્દ્રસિંહ જાડેજા, કિશન ટીલવા, પરેશ ઠાકર દાવેદારો

રાજકોટ તા. ર૯: મ.ન.પા.ની ચુંટણીમાં ભા.જ.પે. ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે મેના પ્રથમ સપ્તાહમાં મેયર સહીતના પદાધિકારીઓની ચુંટણી યોજી અને નવી બોડીને શાસન સુપ્રત કરી દેવામાં આવશે.
આમ મેયરની ચૂંટણીની જાહેરાત થતાજ હવે નવા ચુંટાયેલા ભા.જ.પ.ના ઉમેદવારોમાં પદાધિકારી બનવાનો થનગનાટ શરૂ થયો છે.
નોંધનીય છે કે આ ટર્મમાં પ્રથમ વર્ષ માટે મેયર પદ સામાન્ય પુરૂષ હોવાથી નેહલ શુકલ, નરેન્દ્રસિંહ જાડેજા, કિશન ટીલવા તથા પરેશ ઠાકર વગેરે દાવેદારો છે.
સ્ટે. ચેરમેનના દાવેદારો
જયારે મ.ન.પા.ના પદાધિકારીઓના ‘‘કી-પોષ્ટ'' ગણાતી સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનની ખુરશીની દાવેદારી માટે પ્રદિપ ડવ, ઘનશ્યામ હેરભા, દીલીપ લુણાગરીયા નામ પણ ચર્ચામાં છે.
(2:47 PM IST)










