<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

સૌરાષ્ટ્રમાં ૧૫ ઓગસ્‍ટ સુધી મેઘરાજાની ‘હાજરી': છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાની શક્‍યતા

સિસ્‍ટમ્‍સના ટ્રેકમાં ફેરફાર થશે તો ઝાપટાનું પ્રમાણ વધી શકે છેઃ નીતેષ વડાવીયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે તે અંગે હવામાન વિશ્‍લેષક નિતેશ વડાવિયા દ્વારા મહત્‍વની આગાહી કરવામાં આવી છે. તેમની ગણતરી મુજબ, આગામી તા. ૦૩ ઓગસ્‍ટથી ૧૫ ઓગસ્‍ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્‍તારોમાં છૂટાછવાયા રેડા-ઝાપટાં કે હળવો વરસાદ ચાલુ રહેશે.

દરિયાની સપાટીથી ૧.૫ કિમીની ઊંચાઈએ ભેજમાં થતા વધારા-ઘટાડા મુજબ વરસાદી ઝાપટાંના વિસ્‍તારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ દરમિયાન કોઈક દિવસ વરસાદી વિરામ (રજા) પણ રહી શકે છે.

હવામાન વિશ્‍લેષક નિતેશ વડાવિયાએ વધુમાં જણાવ્‍યું છે કે, આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના જમીની ભાગો પર એક નવી હવામાન સિસ્‍ટમ્‍સ સક્રિય થાય તેવી શક્‍યતા છે. હાલમાં આ સિસ્‍ટમ્‍સના ટ્રેક (ગતિ) પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો તેના ટ્રેકમાં ફેરફાર થશે, તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ અને ઝાપટાંનું પ્રમાણ વધી શકે છે. આ અંગે પરિસ્‍થિતિ મુજબ આગામી સમયમાં નવી અપડેટ આપવામાં આવશે

(11:04 AM IST)