<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

મેલોડીઝ ધેટ લીવ્‍ડ, મેમરીઝ ધેટ લીવ ઓન : શનિવારે આશાજીના ગીતો ગુંજશે : હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ

મ્‍યુઝીકલ મેલોજી દ્વારા આયોજન : તરલા સોમાણી, સુજીત છાયા, જય ઠાકર, જીતેશ કવા, સુધીર જોશી, ડૉ. સંજય ગજેરા અને સલીમ જામ આશાજીના સદાબહાર ગીતો પીરસશે

રાજકોટ : ગાયિકા તરલા સોમાણી અને તેમના સંગીત વૃંદ ‘મ્‍યુઝિકલ મેલોઝ'  દ્વારા આગામી શનિવાર, ૧ર સપ્‍ટેમ્‍બરના રોજ મેઇન હેમુ ગઢવી હોલ ખાતે લાઇવ મ્‍યુઝીકલ કોન્‍સર્ટ ‘‘આશાજી નાઇટ''નું આયોજન કરવામાં આવેલ છે.

‘‘મેલોડીઝ ધેટ લીવ્‍ડ, મેમરીઝ ધેટ લીવ ઓન'' થીમ આધારિત આ સંગીતમય સાંજ બોલીવુડના સદાબહાર લિજેન્‍ડ આશા ભોંસલેજીના સુરીલા ગીતોને સમર્પિત રહેશે. કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશ ફીચડીયા સંભાળી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ગાયકો તરલા સોમાણી સાથે સુજીત છાયા, જય ઠાકર, જીતેશ કવા, સુધીર જોશી, ડૉ. સંજય ગજેરા, સલીમ જામ સાથે કોરસમાં દિવ્‍યા, ચિત્રા, ચાંદની અને મરમગન્‍યા સાથ આપશે.

કાર્યક્રમ આશાજી નાઇટ (તરલા સોમાણીનું તરાસો ગૃપ - સુર સે સંસાર તક), શનિવાર, ૧ર સપ્‍ટેમ્‍બરના રાત્રે ૮:૩૦ થી ૧રઃ૩૦ વાગ્‍યા સુધી, મેઇન હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે.

આ શોના ટિકીટના ભાવ વીઆઇપી ગોલ્‍ડ રૂા. ૪૦૦, સિલ્‍વર રૂા. ૩૦૦, બ્રોન્‍ઝ રૂા. ર૦૦, જનરલ રૂા. ૧૦૦. ટિકીટ બુકીંગ તથા વધુ માહિતી મો. ૯૦૯૯૯૬૬૧૩પ / ૯૮રપ૬૬૮૮૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(2:18 PM IST)