<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

થોરાળા આંબેડકરનગરમાં ગુજસીટોકમાં જેલમાં ગયેલા શખ્‍સના માતા પર હુમલો

છોકરીને ભગાડી ગયાનો આક્ષેપ કરી સમીર માજોઠી સહિતનો ધોકાથી માર માર્યોઃ ઘર પર પથ્‍થર ફેંક્‍યા

રાજકોટ તા. ૮: નવા થોરાળાના આંબેડકરનગર-૨માં રહેતાં પારૂલબેન કિશોરભાઇ સોંદરવા (ઉ.વ.૫૨) ઉપર સમીર ઉર્ફે પપ્‍પુ માજોઠી અને સાથેના હરેશ પરમારે સાંજે ઘરે આવી માથાકુટ કરી ધોકાથી હુમલો કરી માર મારી તેમજ ઘર પર પથ્‍થરના ઘા કરતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

પારૂલબેને જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તાજેતમાં શામજી મકા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો તેમાં મારો દિકરો કરણ પણ સામેલ છે. હાલમાં તે જેલમાં છે. આમ છતાં સમીર ઉર્ફે પપ્‍પુ સહિતનાએ આવીને મારો દિકરો કોઇ છોકરીને ભગાડવામાં સામેલ છે તેવો આક્ષેપ કરી માથાકુટ કરી મારામારી કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(3:00 PM IST)