<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વીડિયો બાદ મનપાની કાર્યવાહી: અલગ-અલગ 6 જેટલા નમૂના લીધા:સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ તપાસ

ફૂડ વિભાગ દ્વારા કુલ 93 પેઢીઓ સામે ચેકિંગની કાર્યવાહી: 115 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો :સ્ટોરેજ, લાઇસન્સ અને સ્વચ્છતા મામલે 22 પેઢીઓને નોટિસ

રાજકોટ સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વીડિયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમે કેન્ટીનમાં તપાસ કરી અલગ-અલગ 6 જેટલા નમૂના લીધા હતા. સાથે જ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં સ્વચ્છતાના મુદ્દે નોટિસ આપવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા કુલ 93 પેઢીઓ સામે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 115 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. સ્ટોરેજ, લાઇસન્સ અને સ્વચ્છતા મામલે 22 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 7 નમૂના લેવામાં આવ્યા હતા અને કુલ રૂ.27 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

(7:08 PM IST)