તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ભક્તિનગરથી સોરઠિયાવાડી સર્કલ અને હોકર્સ ઝોનમાં સફાઇ બાબતે મ્યુનિ.કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ
ગંદકી કરનાર સામે તુષાર સુમેરાની લાલ આંખ

રાજકોટ, તા.૩૦: ‘સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રાત્રિના સમયે ફિલ્ડ વિઝિટ કરી શહેરની સફાઈ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તેમણે ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ સુધીના માર્ગ અને હોકર્સ ઝોનની રૂબરૂ મુલાકાત લીધી હતી.ચેકિંગ દરમિયાન મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોની સફાઈ, રસ્તા પર થતી ગંદકી તથા હોકર્સ ઝોનમાં કચરાના નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનરે સફાઈ કામગીરી વધુ અસરકારક બનાવવા અને જાહેર સ્થળોએ સતત દેખરેખ રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.હોકર્સ ઝોનના ધંધાર્થીઓને કચરાનો યોગ્ય નિકાલ કરવા અને વ્યવસાય સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન અપાયું હતું. આ દરમિયાન નાગરિકોએ ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર' ભરી ઘર અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો. મનપાએ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છ રાજકોટ માટે સહયોગ આપવા નાગરિકોને અપીલ કરી છે.
(3:30 PM IST)










