<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

મનપા દ્વારા ‘સ્‍વદેશી મેળા'નો શુભારંભ

તા. ૨૩ ઓક્‍ટોબરથી તા.૩ નવેમ્‍બર, ૨૦૨૬ સુધી, ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજાશે

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સ્‍વદેશી ઉત્‍પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ‘સ્‍વદેશી મેળા-૨૦૨૬ (શોપિંગ ફેસ્‍ટિવલ)નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો શુભારંભ આજે સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્‍લ સહિતના મહાનુભાવોના હસ્‍તે રિબિન કાપીને કરવામાં આવ્‍યો હતો. આ મેળો તા.૨૩ ઓક્‍ટોબર, ૨૦૨૬થી તા.૩ નવેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલા ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે સમય સવારે ૧૦:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી યોજાશે. આ અવસરે ધારાસભ્‍યશ્રીઓ  ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષ નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ - કર્મચારીઓ, સ્‍વ-સહાય જૂથની બહેનો અને શહેરીજનો ઉપસ્‍થિત રહેલ. મેળાના શુભારંભ બાદ સૌ મહાનુભાવોએ તમામ સ્‍ટોલની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી

(2:33 PM IST)