<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

સફાઇ કામદાર એસો.ની સંસ્‍થાઓ દ્વારા મનપા પદાધિકારીઓનું સન્‍માન

રાજકોટઃ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કામદાર એસોસીએશનના પ્રતિનિધિઓ યુનિયન મંત્રી તેમજ વોર્ડ નં.૭ ના કાર્યકર્તા તેમજ વોર્ડ નં.૭ ના અનુ.જાતિ મોરચાના પુર્વ મંત્રી શંકરભાઈ વાધેલા, પ્રવિણભાઈ ડી. શીંગાળા, જીજ્ઞેશભાઈ છગનભાઈ વાઘેલા,  શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં.૭ ના પ્રમુખ વિશાલભાઈ માંડલીયા, મિત્ર વાલ્‍મિકી સમાજ એજયુકેશન ટ્રસ્‍ટ તેમજ વોર્ડ નં.૩ ના અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણભાઈ એલ. સોઢા, રમેશભાઈ ગોવિંદભાઈ સોઢા, ઋષિ વાલ્‍મિકી સંસ્‍થા ના પ્રમુખ રિષીભાઈ પરમાર, વોર્ડ નં.૮ ના કાર્યકર્તા તેમજ વોર્ડ નં.૮ ના પુર્વ અનુ.જાતિ મોરચાના મહામંત્રી કિશોરભાઈ બારૈયા, તેમજ વોર્ડ નં.૮ ના વાલ્‍મિકી સમાજના પંચ કમીટીના પટેલ તેમજ વોર્ડ નં.૮ ના સંનિષ્ઠ કાર્યકર્તા અશોકભાઈ બાબરીયા, વાલ્‍મિકી સમાજ યુવા આગેવાન  કમલેશભાઈ વાધેલા સહિતના પ્રતિનિધિઆ ેદ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ  મેયર નેહલભાઈ શુકલ, સ્‍ટે.કમીટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, તેમજ શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા સહિતના પદાધિકારીઓનું પુષ્‍પગુચ્‍છ તેમજ સાલ ઓઢાડીને વિવિધ સંસ્‍થાઓ દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ. 

(2:32 PM IST)