<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

મનપા આયોજિત ‘સ્‍વદેશી મેળો-શોપિંગ ફેસ્‍ટિવલ ર૦ર૬' સંપન્‍નઃ પ૦ હજાર લોકોએ લીધી મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે તા. ર૩ ઓકટોબરથી ૩ નવેમ્‍બર દરમિયાન યોજાયેલ

રાજકોટ તા. ૬: મહાનગરપાલિકા દ્વારા ગુજરાત અર્બન લાઈવલી હુડ મિશન (GULM) ગાંધીનગરના સહયોગથી તા. ૨૩ ઓક્‍ટોબરથી ૩ નવેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ૧૨ દિવસીય ‘સ્‍વદેશી મેળો - શોપિંગ ફેસ્‍ટિવલ'નું આયોજન કરવામાં આવેલ હતું.

આ મેળામાં સ્‍વ-સહાય જૂથો (SHGs), શહેરી ફેરિયાઓ, આર્ટીઝન કાર્ડ ધારકો, પી.એમ.સ્‍વનિધિ લાભાર્થી, સ્‍થાનિક કારીગરો, હસ્‍તકલા સર્જકો, ઉત્‍પાદકો અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉત્‍પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હસ્‍તકલા, ઘરવપરાશની ચીજવસ્‍તુઓ, પરંપરાગત ઉત્‍પાદનો, જવેલરી આઈટમ, ગળહઉદ્યોગની વિવિધ ચીજ-વસ્‍તુઓ, માટીકામ, સુશોભનની ચીજવસ્‍તુઓ, જ્‍યુટ વર્ક, વુડન વર્ક, ગોબરમાથી બનાવેલ વસ્‍તુઓ, હાથ બનાવટના ચપ્‍પલ, મોજડી તથા ઓર્ગેનિક વસ્‍તુઓ, ફૂડ તેમજ અન્‍ય સ્‍વદેશી ચીજવસ્‍તુઓના પ્રદર્શન અને વેચાણ માટે ૮૫ જેટલા અલગ-અલગ સ્‍ટોલ કરવામાં આવ્‍યા હતા.

જેમા દીપોત્‍સવને ધ્‍યાનમા રાખી ગળહ સજાવટનાં સ્‍ટોલ વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. જેમાં તથા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી શહેરી જનોને મળી રહે તે માટે આરોગ્‍ય વિભાગ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ, પ્રોજેક્‍ટ વિભાગ, આવાસ વિભાગ તથા પોસ્‍ટ ઓફીસ સહીત ૦૫ IEC સ્‍ટોલ મળી કુલ ૮૭ સ્‍ટોલ સ્‍વદેશી મેળામાં રાખવામાં આવ્‍યા હતા.

આ ૧૨ દિવસીય ‘સ્‍વદેશી મેળો - શોપિંગ ફેસ્‍ટિવલ ૨૦૨૬'માં ૮૭ જેટલા સ્‍ટોલના માધ્‍યમથી અંદાજે રૂ. ૫૨  લાખનું વેચાણ તથા પચાસ હજારથી વધુ નગરજનોએ મેળાની મુલાકાત લઈ સ્‍વદેશી ઉત્‍પાદનોની ખરીદી કરી. ‘લોકલ ફોર વોકલ' તથા ‘હર ઘર સ્‍વદેશી ઘર ઘર સ્‍વદેશી'ના સંકલ્‍પને ચરિતાર્થ કરવા ખરા અર્થમાં સ્‍ટોલ ધારકો અને નગરજનોના અદ્વુત સહયોગ સાથે ‘સ્‍વદેશીમેળો - Shopping Festival–2026' સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સ્‍વદેશી મેળાને વધુ આકર્ષક અને પરિવારલક્ષી બનાવવા માટે ફૂડ કોર્ટ, કિડ્‍સ ઝોન અને બાળકોના મનોરંજન માટે વિવિધ રમતો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. સાથોસાથ શહેરને સ્‍વચ્‍છ બનાવવા માટે સવિશેષ પ્રયત્‍નો કરેલાહતા.

આ મેળાના આયોજનને સફળ બનાવવા નાયબ કમિશનરશ્રી એસ.જે. ધડુક તથા શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાન્‍ટ સમિતિના ચેરમેન શ્રી કેતન પટેલના માર્ગદર્શન હેઠળ સહાયક કમિશનર  કાશ્‍મીરા વાઢેર તથા પ્રોજેક્‍ટ મેનેજર ભૂમિ પરમાર તથા પ્રોજેક્‍ટ તથા NULM સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:47 PM IST)