<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

મનપાએ ર૯૪ બોર ર૪.૬૪ લાખના ખર્ચે કર્યો રિચાર્જ

ઇસ્‍ટ ઝોનમાં સૌથી વધુ ૧પપ બોર રિચાર્જ : સેન્‍ટ્રલ ઝોનમાં ૮પ અને વેસ્‍ટ ઝોનમાં માત્ર પ૪ બોરની કામગીરી કરાય

રાજકોટ,તા.૨૪: ભૂગર્ભ જળસ્‍તર ઉંચું લાવવા માટે મહાનગરપાલિકાએ વર્ષો બાદ બોર રિચાર્જની કામગીરી ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે. મનપાએ અત્‍યાર સુધીમાં કુલ રૂ.૨૪.૬૪ લાખના ખર્ચે શહેરના ૨૯૪ બોર રિચાર્જ કર્યા છે. તેમાં સંસ્‍થાઓ મારફતે ૧૭૪ અને ઝોનલ એજન્‍સીઓ મારફતે ૧૨૦ બોર રિચાર્જ કરવામાં આવ્‍યા છે.

ત્રણેય ઝોનની કામગીરીમાં ઇસ્‍ટ ઝોન મોખરે રહ્યો છે. અહીં કુલ ૧૫૫ બોર રિચાર્જ કરાયા છે. જ્‍યારે સેન્‍ટ્રલ ઝોનમાં ૮૫ અને વેસ્‍ટ ઝોનમાં માત્ર ૫૪ બોર રિચાર્જ કરવામાં આવ્‍યા છે. નીચે મુજબ કયા ઝોનના કયા વોર્ડમાં કેટલા બોર રિચાર્જ કરાયા તેની માહિતી.

ઇસ્‍ટઝોન

ઇસ્‍ટ ઝોનના વોર્ડ નં.૪માં ૩૨, વોર્ડ નં.૫માં ૯, વોર્ડ નં.૬માં ૪૧, વોર્ડ નં.૧૫માં ૧૭, વોર્ડ નં.૧૬માં ૧૪ અને વોર્ડ નં.૧૮માં ૪૨ બોર રિચાર્જ કરવામાં આવ્‍યા છે. આ ઝોનમાં સંસ્‍થાઓ મારફતે ૫૮ અને ઝોનલ એજન્‍સી મારફતે ૯૭ મળીને કુલ ૧૫૫ બોરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સેન્‍ટ્રલ ઝોનમાં

૮૫ બોરની કામગીરી

સેન્‍ટ્રલ ઝોનના વોર્ડ નં.૨માં ૩૪, વોર્ડ નં.૩માં ૧૯, વોર્ડ નં.૭માં માત્ર ૪, વોર્ડ નં.૧૩માં ૬, વોર્ડ નં.૧૪માં ૮ અને વોર્ડ નં.૧૭માં ૧૪ બોર રિચાર્જ કરવામાં આવ્‍યા છે. આમ, સમગ્ર સેન્‍ટ્રલ ઝોનમાં કુલ ૮૫ બોર રિચાર્જ થયા છે.

વેસ્‍ટ ઝોનના બે વોર્ડમાં

એકપણ બોર રિચાર્જ નહીં

વેસ્‍ટ ઝોનના વોર્ડ નં.૧માં ૧૫, વોર્ડ નં.૮માં માત્ર ૫, વોર્ડ નં.૯માં ૭ અને વોર્ડ નં.૧૦માં ૨૭ બોર રિચાર્જ કરવામાં આવ્‍યા છે. જ્‍યારે વોર્ડ નં.૧૧ અને ૧૨માં એકપણ બોર રિચાર્જ થયો નથી. આ ઝોનમાં સંસ્‍થા મારફતે ૫૨ અને ઝોનલ એજન્‍સી મારફતે ૨ મળીને કુલ ૫૪ બોરની કામગીરી કરવામાં આવી છે.

(3:34 PM IST)