તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 13th July 2026
પાણીચોરી મામલે મનપાની લાલઆંખઃ મવડી વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડીંગ સહિત ર૦૦ને નોટીસ
વોટર વર્ક્સ વિભાગના આકસ્મિક ચેકિંગમાં મુખ્ય પાણી લાઇનના વાલ્વ સાથે ચેડાં ઝડપાયાઃ ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવાની તંત્રની ચેતવણી

રાજકોટ, તા. ૧૩: રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં પાણીચોરી સામે કડક વલણ અપનાવી વોર્ડ નં. ૧૧ વિસ્તારમાં આવેલી બે હાઇરાઇઝ રહેણાંક એપાર્ટમેન્ટ સામે કાર્યવાહી હાથ ધરી છે. વોટર વર્ક્સ વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન છેલ્લા ૧૦ દિ'માં ર૦૦ ગેરકાયદે ચેડાં કરી પાણીની ચોરી કરનારને નોટિસ આપવામાં આવી છે.
આ અંગે મનપાના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ ૧૮૮ થી વધુ સતત આજે મનપાની તપાસમાં કણકોટ રોડ, નાના મવા રોડ, બાલાજી હોલ, સીસી રોડ સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવતા આજે રૂસ્મણીહાઇટ, એપલ હાઇટર્સ, સેફરોન પ્રાઇડ, ડેકોરા પ્રદ્યુમન સહિત છેલ્લા ૧૦ દિ'માં ર૦૦ ને નોટીસ પાઠવવામાં આવી છે.
મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના કોઈપણ વિસ્તારમાં પાણીચોરી, ડાયરેક્ટ પમ્પિંગ અથવા પાણી પુરવઠા સાથે ગેરકાયદે ચેડાં કરવામાં આવશે તો ફલાઈંગ સ્ક્વોડ દ્વારા તપાસ કરીને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો પાસેથી મળતી ફરિયાદોને પણ ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવશે.
મનપાએ શહેરના રહેણાંક અને કોમર્શિયલ એકમોને પાણી પુરવઠા અંગેના નિયમોનું પાલન કરવા તેમજ ગેરકાયદે પાણી જોડાણોથી દૂર રહેવાની અપીલ કરી છે. પાણીચોરી જેવી પ્રવળત્તિઓ સામે આગામી સમયમાં વધુ સઘન ચેકિંગ અભિયાન ચલાવવાની પણ મનપાએ સ્પષ્ટતા કરી છે.(૬.૧૪)
(2:57 PM IST)










